મુંબઇ-

જ્યાં એક તરફ મહારાષ્ટ્રના નાગરિકો કોરોનાની બીજી લહેરમાં અકાળે મોતને ભેટી રહ્યાં છે. સરકારની તીજાેરી તળિયાજાટક થઈ ચૂકી છે. નાગરિકોને વૅક્સિન મેળવવા માટે રઝળપાટ કરવો પડે છે, ત્યારે એવામાં રાજ્ય સરકાર નાયબ મુખ્યમંત્રી અજિત પવારના સોશિયલ મીડિયા એકાઉન્ટને મેનેજ કરવા માટે ૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહી છે.

આ માટે એક બહારની એજન્સીની કામ સોંપવામાં આવ્યું છે. જે અજિત પવારના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરશે. અજિત પવાર પાસે નાણાં મંત્રાલય અને પ્લાનિંગ ડિપાર્ટમેન્ટની જવાબદારી છે. આ સંદર્ભે બુધવારે વહીવટી તંત્ર તરફથી આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગના સચિવ આરએન મુસાલેના હસ્તાક્ષર વાળા આ લેટરમાં લખવામાં આવ્યું છે કે, નાયબ મુખ્યમંત્રી અજિત પવારના સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સની જવાબદારી કોઈ બહારની અને ખાનગી કંપનીને સોંપવામાં આવશે. જેથી અજિત પવાર દ્વારા લેવામાં આવેલા ર્નિણયો સહિત અન્ય જાણકારી સામાન્ય લોકો સુધી યોગ્ય રીતે પહોંચી શકે.