કામરેજ, તા.૭

અભ્યાસ બાબતે ઠપકો આપતા વાલીઓ માટે લાલ બત્તી સમાન કહી શકાય એવો કિસ્સો ગત રોજ કામરેજ પોલીસમાં પ્રકાશમાં આવ્યો છે.વડોદરા ખાતે રહેતી તરૂણીને તેના વાલીએ ભણવા બાબતે ઠપકો આપતા બાળકી પોતાની એક્ટિવા લઈ વડોદરાથી કોઈને પણ કહ્યા વગર ભાગી છૂટી હતી.પોતાની બાળકી ગુમ થયા અંગેની પોલીસ ફરિયાદ વાલીએ વડોદરા વિસ્તારના પોલીસ મથકે નોંધાવી હતી.જે અંગેની માહિતી કામરેજ પોલીસને મળતા કામરેજ પોલીસે ઘરેથી ભાગી છુટેલી તરૂણીનો મામલો હોય ગંભીરતાથી લઈ તેની શોધ ખોળ આદરી હતી. કામરેજ પી.આઇ આર.બી ભટોળ સહિતની ટીમ દ્વારા ગુમ થયેલી બાળકીની તપાસ કામગીરી દરમ્યાન પીપોદરા નજીક ને.હા નંબર ૪૮ પર એકટીવા સવાર એક તરૂણી ઉભી હોય તેની પાસે જઈ તેની પૂછપરછ કરતાં તેણે પોતે વડોદરા ખાતે રહેતી હોવાની અને પોતાના વાલીએ અભ્યાસ બાબતે ઠપકો આપતા તે કોઈને પણ કહ્યા વિના વડોદરાથી એકટીવા નીકળી ગઇ હતી. કામરેજ પોલીસે વડોદરાનાં મંગલા માર્વેલ એપાર્ટમેન્ટમાં રહેતી એક્ટિવા સવાર જીયાબેન નિલેશભાઈ પ્રજાપતિને તેમના પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.