અમદાવાદ-

ટીસીએલ ઇલેક્ટ્રોનિક્સ એ વિશ્વની નંબર-2 ટીવી બ્રાન્ડ ટીસીએલ પોતાના AI અલ્ટ્રા ઇન્વર્ટર એરકન્ડિશનર- વિટામીન-સીમાં એક નવી સુવિધા સાથે લોન્ચ થયુ છે. ઉપરાંત કંપની તમિલનાડુમાં 2400 કરોડના મૂડીરોકાણ સાથે નવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા પણ તૈયાર કરી રહી છે. તેમાં 80 કરોડ 22-55 ઇંચના ટીવી સ્ક્રીન અને 3 કરોડ 3.5થી 8 ઇંચના મોબાઇલ સ્ક્રીનનું ઉત્પાદન ક્ષમતા છે. જે ભારત સરકારની મેક-ઇન ઇન્ડિયા પહેલને સપોર્ટ કરશે.

અગાઉ જે ડિવાઇસ સિલ્વર આયન અને ડસ્ટ ફિલ્ટર (રૂમની અંદરની હવાને શુદ્ધ અને વાયરસ-મુક્ત રાકવા માટે)ની સાથે આવતુ હતુ, હવે સુરક્ષાના વધુ એક લેવલની માટે તેમાં વિટામીન-સી ફિલ્ટર ફિટ કરવામાં આવ્યુ છે. આ નવુ અપગ્રેડેશન માત્ર હવામાંથી ધૂળ અને બેક્ટેરીયાનો ખાત્મો કરશે ઉપરાંત ઉપયોગ કરનારની ચામડીને એક મોઇન્શ્ચરાઇઝિંગની અસર આપશે અને ચામડીને શુષ્ક થતી રોકવામાં મદદ કરશે.

આ એસીની વધુ એક વિશેષતા એ છે કે તેમાં ટાયટન ગોલ્ડ ઇવેપોરેટર અને કન્ડેન્સર પણ છે જે સપાટી પર ધૂળ અને ગંદકી એકઠી થતા રોકે છે અને આ ડિવાઇસના લાઇફટાઇને પણ સુધારે છે.

આ ડિવાઇસ એર-કૂલ્ડ ઇલેક્ટ્રિક કન્ટ્રોલ બોક્સ ટેકનોલોજીથી સજ્જ છે, જે બદલાતા તાપમાનમાં પણ વાતાવરણને સતત ઠંડુ રાખે છે. ખાસ વાત એ છે કે તેમાં એક હાઇ ફિક્વન્સી કોમ્પ્રેસર પણ છે જે માત્ર 30 સેકન્ડમાં 27થી 18 ડિગ્રી સેલ્શિયસ તાપમાન ઘટાડીને ઝડપથી આરામનો અનુભવ કરાવે છે. તે AI અલ્ટ્રા-ઇન્વર્ટર કોમ્પ્રેસર ટેકનોલોજી પણ આપે છે જે 50 ટકા સુધી ઉર્જાની બચત કરે છે. આ ડિવાઇસ ગૂગલ આસિસ્ટન્ટ , એલેક્સા અને ટીસીએલ હોમ એપ્પને પણ સપોર્ટ કરે છે, જેનાથી યુઝર્સને હેન્ડ-ફ્રી કન્ટ્રોલ ઉપલબ્ધ થાય છે અને એક સ્માર્ટફોન અનુભવની ખાતરી આપે છે. તે ઉપરાંત કંપની હવે માર્ચમાં ભારતનું પહેલી એન્ડ્રોઇડ 11 4K એચડીઆર ટીવી અને યુવીસી સ્ટેરિલાઇઝેશનવાળુ સ્માર્ટ એશી પણ લોન્ચ કરશે.