વડોદરા, તા.૨૯

એમ.એસ.યુનિવર્સિટી સેનેટની ટીચર્સ કેટેગરીની ૯ બેઠકો માટે આજે ચૂંટણી યોજાઈ હતી. જાે કે, આ ૯ બેઠકો માટે સત્તાધારી જૂથ ટીમ એમએસયુ અને ભાજપાની સંકલન સમિતિના ઉમેદવારો વચ્ચે સીધો જંગ હતો. બપોરે મતદાન બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૯ બેઠકો પૈકીની પ બેઠકો જીતીને વધુ એક વખત ભાજપાને પછડાટ આપી ટીમ એમએસયુનો હાથ ઉપર રહ્યો હતો, જ્યારે ૩ બેઠકો સંકલન સમિતિ અને ૧ બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો.

યુનિ. સેનેટની ચૂંટણીમાં શૈક્ષિક સંઘ એટલે કે સંકલન સમિતિના ઉમેદવારોને સમર્થન જાહેર કરીને ભાજપાએ સત્તાવાર મેન્ડેટ આપતાં રાજકીય રંગે રંગાયેલી એમ.એસ. યુનિવર્સિટી સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ, પ્રોફેસર કેટેગરી વગેરેમાં ભાજપા સમર્થિત ઉમેદવારોનો કારમો પરાજય થયો હતો અને સત્તાધારી જૂથ ટીમ એમએસયુના મહત્તમ ઉમેદવારોનો વિજય થયો હતો.

આજે સેનેટની ટીચર્સ કેટેગરીની ૯ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જાે કે, આ કેટેગરી માટે પણ ભાજપાની સંકલન સમિતિ અને ટીમ એમએસયુએ પોતાના ઉમેદવારો અગાઉથી જ જાહેર કર્યા હતા, જેના પગલે આ કેટેગરીમાં પણ ભાજપાના જ બે જૂથ વચ્ચે સીધો જંગ જામ્યો હતો અને યુનિવર્સિટીના અધ્યાપક આલમમાં વર્ચસ્વ જમાવવા વધુ એક જંગ જામ્યો હતો. બપોરે ૧ થી ૩.૩૦ વાગ્યા સુધી વિવિધ ફેકલ્ટીઓમાં યોજાયેલા મતદાનમાં અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. ટેકનોલોજી, મેડિસિન, સાયન્સ, આર્ટસ, ફાઈન આર્ટસ, ફાર્મસી, કોમર્સ, હોમ સાયન્સ અને પોલિટેકનિકની બેઠક માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી સાંજે હાથ ધરવામાં આવી હતી, જેમાં એક કલાકમાં તમામ કેટેગરીના પરિણામો જાહેર થતાં સાયન્સ, કોમર્સ, મેડિસિન, ફાઈન આર્ટસ અને પોલિટેકનિકમાં સત્તાધારી ટીમ એમએસયુ સમર્થિન ઉમેદવારોનો, જ્યારે આર્ટસ, હોમ સાયન્સ અને ફાર્મસીમાં સંકલન સમિતિના ઉમેદવારોનો, જ્યારે ટેકનોલોજી ફેકલ્ટીમાં અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. આમ, વધુ એક વખત ભાજપાને પછડાટ આપીને ટીમ એમએસયુએ પાંચ બેઠકો જીતી હતી અને ટીચર્સ કેટેગરીની ચૂંટણીમાં પણ શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહને લપડાક પડી હતી.

૩૪ પૈકી ૨૪ બેઠકો જીતીને ચૂંટણીમાં ટીમ એમએસયુએ સેનેટમાં વર્ચસ્વ જાળવી રાખ્યું

સેનેટની ૪ર બેઠકો પૈકી ૩૮ બેઠકોમાંથી અત્યાર સુધી ૩૪ બેઠકો પર ચૂંટણી થઈ ગઈ છે. આ ૩૪ બેઠકો પૈકી ર૪ બેઠકો પર ટીમ એમઅસયુના ઉમેદવારોના વિજય સાથે ફરી એકવાર યુનિ.ની સેનેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. જ્યારે સંકલન સમિતિએ માત્ર ૬ બેઠકો મેળવી છે. સેનેટની ચૂંટણી ભાજપાના જ બે જૂથો ભાજપાની સંકલન સમિતિ અને સત્તાધારી ટીમ એમએસયુ વચ્ચે ખરાખરીનો જંગ બની હતી. જાે કે, ટ્રેડ યુનિયનની એક બેઠક પર વિજય મેળવ્યા બાદ રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની ૧૪ પૈકી પ બેઠકો બિનહરીફ થઈ હતી, જ્યારે ૯ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ૪ બેઠકો મેળવી હતી. પ્રોફેસર કેટેગરીની પાંચ પૈકી ૪ બેઠકો ટીમ એમએસયુએ મેળવી હતી. જ્યારે આજે ટીચર્સ કેટેગરીની ૯ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં પ બેઠકો ટીમ એમએસયુએ મેળવી હતી. હજુ ડોનર્સ કેટેગરીની બે, સેકન્ડરી સ્કૂલ પ્રિન્સિપાલ અને ટીચર્સ કેટેગરીની એક-એક એમ ૪ બેઠકો પર ચૂંટણી તા.૧૩મી જાન્યુઆરીએ યોજાશે. આમ, અત્યાર સુધી ૩૪ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ટીમ એમએસયુએ બિનહરીફ થયેલ બેઠકો સાથે ર૪ સંકલન સમિતિએ ૬ અને કોંગ્રેસપ્રેરિત તેમજ અપક્ષ ઉમેદવાર મળીને ૪ બેઠકો જીતી છે.

કઈ ફેકલ્ટીમાં કોને કેટલા મત મળ્યા

આર્ટસ ઃ ડો. દિલીપ કટારિયા-૧૭, ડો. શ્વેતા જેજુરકર-૧૩

સાયન્સ ઃ ડો. રૂપલ શાહ-૩૮, ડો. બાલક્રિષ્ણ શાહ-૯

કોમર્સ ઃ ડો. મૃદુલા ત્રિવેદી-રપ, કીર્તન બડોલા-૪, ડો. વિલાસ ચવાણ-૧૬, ડો. કલ્પેશ નાઈક-રર

મેડિસિન ઃ ડો. બિજાેયસિંહ રાઠોડ-૧૧પ, ડો. રાહુલ પરમાર-પર

ટેકનોલોજીઃ નિકુલ પટેલ-પ૭, સુનીલ કહાર-૩પ,

 વિજય પરમાર-૩૧

ફાઈન આર્ટસ ઃ પ્રફુલ ગોહિલ-૯, સુનીલ દરજી-૩, અરવિંદ સુથાર-૪

સાયન્સ ઃ ડો. સ્વાતિ ધ્રુવ-૧૦, સરજુ પટેલ-૬

ફાર્મસી ઃ ભાવિક ચૌહાણ-૪, પ્રશાંત મુરુમકર-૩

પોલિટેકનિક ઃ સંદીપ ગોખલે-રપ, ચેતન સોમાણી-રર