ઝી-૫એ વિશેષ ‚પથી પોતાના સોશિયલ મીડિયા પર ટીઝર રિલિઝ કરી દીધું છે જેણે દર્શકો વચ્ચે ચાર કુખ્યાત ગુનેગારો વચ્ચે દોસ્તીની આ કહાનીની પ્રથમ ઝલક શેયર કરી છે. આ ઉત્તેજક અને રોમાંચકારી ટીઝર એક સાહસી રોલર-કોસ્ટર રાઈડ પર લઈ જાય છે.

ટ્રેલરની શ‚આત ચાર મસ્તીખોર બાળકોથી થાય છે જે મોટા થઈને સારા મીત્રો બનવાની સાથે સાથે ગુનાઓમાં પણ ભાગીદાર બની જાય છે પરંતુ તેની દોસ્તીને જિંદગીની એક મુશ્કેલ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. શું તેનો સંબંધ આ મુશ્કેલ પડકારને પાર કરવામાં સફળ રહેશે  યારા એક ક્રાઈમ ડ્રામા છે જે ચાર કુખ્યાત ગુનેગારો વચ્ચે સ્થાયી દોસ્તીનું પરીક્ષણ કરે છે.

ઉત્તર ભારતની પૃષ્ઠભૂમિમાં સ્થાપિત આ સ્ટોરીને ઈતિહાસના એક પાનામાં લપેટવામાં આવી છે. આ ઝી-૫ મુળ ફિલ્મ એક રસપ્રદ, ઉત્તેજક અને રોમાંચકારી સ્ટોરી છે જે નેપાળ-ભારત સરહદની પાર સંઘર્ષ કરતી ચોકડી ગેંગના ચાર દોસ્તોની સ્ટોરી છે.

ફિલ્મમાં વિદ્યુત જામવાલ, અમિત સાધ, વિજય વર્મા, કેની બસુમતારી, શ્રુતિ હસન અને સંજય મિશ્રા જોવા મળશે. આ ફિલ્મ ઓનલાઈન રિલિઝ થશે.