વડોદરા, તા.૧૪

વડોદરા શહેરમાં મોબાઇલ ફોનમાં વ્યસ્ત રહેતી સગીર પુત્રીને પિતાએ ઠપકો આપતા પિતાના ઠપકાથી લાગી આવતા એપાર્ટમેન્ટના ચોથા માળે જીવન ટુંકાવવા પહોંચી ગઇ હતી. જાેકે, સ્થાનિકોએ ફાયર બ્રિગેડના લાશ્કરોની મદદથી કિશોરીને સમજાવી બચાવી લીધી હતી.શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન નજીક ભવન્સ સ્કૂલ પાસે રહેતી કિશોરી સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી હતી. આજે તેના પિતાએ તેને મોબાઇલનો વધુ ઉપયોગ નહીં કરવા ઠપકો આપ્યો હતો. જેથી તેને નાની વાતનું એટલું માઠું લાગી આવ્યું કે, તેણીએ અંતિમ પગલું ભરવાનો ર્નિણય લઇ લીધો હતો અને એપાર્ટમેન્ટના ચોથા માળે પહોંચી ગઇ હતી. કિશોરી અંતિમ પગલું ભરવા જાય તે પહેલા જ સ્થાનિકોની તેના પર નજર પડી હતી.જેથી સ્થાનિકોએ તાત્કાલિક ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. તાત્કાલિક ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કિશોરીને સમજાવીને નિચે ઉતારી લીધી હતી. ફાયરના લાશ્કરોએ કિશોરીને સુરક્ષીત રીતે રેસ્ક્યૂ કરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સાથે મકરપુરા પોલીસે પણ રાહત અનુભવી હતી.મકરપુરા વિસ્તારમાં બનેલા આ બનાવને લઈ ભારે ચકચાર મચી હતી. ઉલ્લેખનિય છે કે, કોરોનાની મહામારીના કારણે આજનું યુવાધન મોબાઇલ ફોનનું આદી બની ગયું છે. મોબાઇલ ફોનથી પરિવાર વચ્ચે અંતર પણ વધી ગયું છે. મોબાઇલ ફોનના આદી બનેલા બાળકોને ઠપકો આપવો પણ ક્યારેક કેટલુ ખતરનાક સાબિત થાય છે. આજે મકરપુરા વિસ્તારમાં બનેલો બનાવ તેનો પુરાવો છે.