ટેલિકોમ કંપનીઓએ five g થયેલા રોકાણને લક્ષ્યમાં રાખીને ટેરિફ વધાર્યા


નવીદિલ્હી,તા.૭

તાજેતરમાં લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા કે તરત જ ટેલિકોમ કંપનીઓએ ભાડા વધારી દીધા હતા. આ વધારો ૨૦ ટકાથી લઈને ૨૫ ટકાની રેન્જમાં હતો. સરકારની પણ ઘણી ટીકા કરવામાં આવી છે અને કંપનીઓ પર કાર્ટેલ બનાવવાનો આરોપ મૂકાય છે. સરકારે સ્પષ્ટતા કરીને જણાવ્યું કે બજારના પરિબળો પ્રમાણે જ ટેલિકોમના દર નક્કી થાય છે.

તાજેતરમાં રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડા આઈડિયા સહિતની ટેલિકોમ કંપનીઓએ પોતાના ટેરિફ પ્લાનમાં ૨૦થી ૨૫ ટકાનો જંગી વધારો ઝીંકી દીધો છે જેના કારણે મોબાઈલ ધારકો પરેશાન છે. ટેલિકોમ કંપનીઓ જાણે ચૂંટણીના પરિણામ આવે તેની રાહ જ જાેઈ રહી હતી તેવું લાગે છે. ઘણા લોકોએ સરકારની ટીકા શરૂ કરી છે અને ટેલિકોમ કંપનીઓને આટલા ઊંચા ભાવ વધારવાનની છૂટ કેમ આપી તેવો સવાલ કરે છે.

આવી સ્થિતિમાં સરકારે એક મોટી સ્પષ્ટતા કરવી પડી છે. સરકારનું કહેવું છે કે રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાએ નિયંત્રણ વગર પ્લાનના ટેરિફ વધારી દીધા છે એવું નથી. ટ્રાઈ (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા ટેરિફને રેગ્યુલેટ કરવામાં આવે છે અને તેમાં માર્કેટના પરિબળો કામ કરે છે. ભારતમાં સરકારી માલિકીની કંપની પણ ટેલિકોમ સેક્ટરમાં છે. દેશમાં હવે ૫ય્ ટેલિકોમ સર્વિસ શરૂ થઈ છે જેમાં મોટું રોકાણ કરવું પડ્યું છે. સરકારે સ્પષ્ટતા કરી કે ઈન્ટરનેટની સ્પીડની બાબતમાં ઓક્ટોબર ૨૦૨૨માં ભારત દુનિયામાં ૧૧૧મા ક્રમે હતું પરંતુ ફાઈવજી સર્વિસ શરૂ થવાથી દેશમાં ૧૦૦ એમબીપીએસની સ્પીડ સરેરાશ બની ગઈ છે અને હવે ભારતનું રેન્કિંગ આગળ આવીને ૧૫મા ક્રમે પહોંચી ગયું છે. હજુ પણ ટેલિકોમ સેક્ટરમાં જંગી રોકાણ કરવામાં આવશે.

રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાએ સરકારની મંજૂરી વગર પોતાની જાતે ભાડા વધારી દીધા છે તેવી વાતોને સરકારે નકારી કાઢી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલમાં બજારની માંગ અને પૂરવઠાના આધારે ટેલિકોમ માર્કેટ ચાલે છે. તેથી ટેલિકોમ સેવાના દર પણ બજારના પરિબળો નક્કી કરે છે જેના માટે ટ્રાઈની મંજૂરી લેવી પડે છે. સરકાર આ ફ્રી માર્કેટના ર્નિણયોમાં કોઈ દખલ કરતી નથી. તેથી ટેરિફમાં જે કોઈ ફેરફાર થાય છે તે નિશ્ચિત રેગ્યુલેટરી માળખામાં જ થાય છે. સરકારે પોતાની રિલિઝમાં એવું પણ જણાવ્યું છે કે બે વર્ષ કરતા વધુ સમય સુધી ટેલિકોમના ટેરિફમાં વધારો નહોતો થયો અને હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરોએ ફાઈવજી સર્વિસ માટે જંગી રોકાણ કર્યું છે જેનાથી દેશમાં હવે ટેલિકોમની સ્પીડમાં પણ વધારોથયો છે. તેથી સબસ્ક્રાઈબર્સના હિત જાળવી રાખીને ટેલિકોમ સેક્ટરનો ગ્રોથ કરવો જરૂરી છે. હવે ૬ય્, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, વગેરે તરફ ઈન્ડસ્ટ્રી આગળ વધી રહી છે. બીજી તરફ કેટલાક લોકો આ વાત સહમત નથી. તેમનું કહેવું છે કે ટેલિકોમ ટેરિફ વધ્યા તેના માટે ફ્રી માર્કેટ જવાબદાર નથી, પરંતુ કંપનીઓએ કાર્ટેલ બનાવીને ભાવ વધાર્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution