આતંકી ફૈજાનનો સાતની હત્યાના પ્લાનનો ઘટસ્ફોટ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ફેબ્રુઆરી 2026  |   1386

અમદાવાદ, ગુજરાત એટીએસે વલસાડમાંથી પકડેલા આતંકીની પૂછપરછમાં મોટા ખુલાસા થવા પામ્યા છે. આતંકીના ટાર્ગેટમાં ૭ વ્યક્તિ હતા. જેની માર્ચમાં હત્યા કરવાનો પ્લાન હતા. આતંકી ફૈજાન રેકી કર્યા બાદ ૭ વ્યક્તિઓની હત્યા કરવાનો હતો. જે વ્યક્તિની સુરક્ષામાં કચાશ હોય તેમની પહેલા હત્યા કરવાનો હતો. મોહમ્મદ પયગંબર વિરૂદ્ધ નિવેદનો આપનાર ૭ લોકો ટાર્ગેટમાં હતા. રવિવારે આતંકી ફૈઝાનના રિમાન્ડ પૂરા થઈ રહ્યા છે. ગુજરાત એટીએસની પૂછપરછમાં હજુ મોટા ખુલાસા થઈ શકે છે. ગુજરાત છ્જી દ્વારા પકડાયેલા આતંકવાદી ફૈઝાન શેખના ખતરનાક મનસૂબાઓ અંગે મોટા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ફૈઝાન શેખે દિલ્હીના ૭ યુવકોની હત્યાનો ષડ્યંત્ર રચ્યો હતો. આ યુવકો પર પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કર્યાનો આરોપ લગાવી તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.છ્જીના સૂત્રો મુજબ ફૈઝાન શેખ સોશિયલ મીડિયા મારફતે યુવકોના નામ અને વિગતો એકત્ર કરી રહ્યો હતો અને તેમના નામોની પોસ્ટ પણ કરવામાં આવી હતી. આ પોસ્ટ્સ દ્વારા અન્ય લોકોને ઉશ્કેરવાની કોશિશ કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેનાં નામો ટાર્ગેટ તરીકે સામે આવ્યા છે તેમાં અભિષેક પાંડે, દક્ષ ચૌધરી, ગૌરવ રાજપૂત, ડોક્ટર પ્રકાશ, યુધી રાણા, અકકુ પંડિત અને વિકરાતનો સમાવેશ થાય છે. આ તમામ યુવકો દિલ્હીમાં રહેતા હોવાનું છ્જીએ જણાવ્યું છે. મામલો ગંભીર બનતા ગુજરાત છ્જીએ તાત્કાલિક કાર્યવાહી કરી અને દિલ્હીની સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન સાધી આ ૭ યુવકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પગલાં લીધા છે. સાથે જ ફૈઝાન શેખ સાથે અન્ય કોઈ વ્યક્તિ કે સંગઠન સંકળાયેલું છે કે કેમ તેની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution