શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર વડોદરાના રાજવી દીર્ઘદૃષ્ટા સર સયાજીરાવ ગાયકવાડની ૧૬૦મી જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વર્તમાન રાજવી સમજિતસિંહ ગાયકવાડ, રાજમાતા શુભાંગિનીદેવી સહિત પરિવારજનોએ તેમજ શહેરના પ્રથમ નાગરિક મેયર નિલેશ રાઠોડે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.