વડોદરા,તા. ૧૦

દેવપોઢી એકાદશી નિમિત્તે માંડવી ખાતે આવેલ ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિર ખાતેથી પરંપરાગત રીતે ચાંદીના રથમાં બિરાજીને નગર ચર્યા માટે નિકળ્યા હતા. કોેરોના કાળના કારણે બે વર્ષ બાદ વરઘોડો યોજાતા ભક્તોના ઘોડાપૂર સાથે સમગ્ર શહેર વિઠ્ઠલ .... વિઠ્ઠલ... વિઠ્ઠલા... ના નાદ સાથે સમગ્ર શહેર ગૂંજી ઉઠ્યું હતું.

 ચાતુર્માસની શરુઆત બાદ અષાઢ મહિનાની અગિયારના દિવસને દેવપોઢી એકાદશીના દિવસથી જ તમામ શુભકાર્યો પર રોક લગાવી દેવામાં આવે છે. શહેરના પ્રાચીન ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિર ખાતેથી છેલ્લા બસો તેર વર્ષથી પાંરપારિક વરઘોડો યોજવામાં આવે છે.છેલ્લા બે વર્ષથી કોરોનાનું સંકટ હોવાથી મંદિર પરિસરમાં જ વિઠ્ઠલનાથજીનો વરઘોડો યોજવામાં આવ્યો હતો. પરતું આ વર્ષે ભક્તોના મહેરામણ સાથે તેમજ ઢોલ તાસાના ગગનભેદી નાદ સાથે માંડવી સ્થિત આવેલા ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરેથી ચાંદીની પાલખીમાં ભગવાન વિઠ્ઠલનાથજીને બેસાડવામાં આવ્યા હતા. બાદમાં રાજવી પરિવારના સભ્યો દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની ધામધૂમથી મહાઆરતી કર્યા બાદમાં ભગવાન વિઠ્ઠલનાથજી નગરચર્યા પર નિકળ્યા હતા. ભગવાન વિઠ્ઠલનાથજી નિજ મંદિરેથી પ્રસ્થાન કરીને લહેરીપૂરા ગેટ , ન્યાયમંદિર , જ્યુબેલીબાગ , રાવપૂરા , કોઠી ચાર રસ્તા , આરાધના ટોકીઝથી કિર્તિ સંત્ભ ખાતે આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના બાદ સાંંજે ભગવાન પરત નિજ મંદિર

પધાર્યા હતા.