દિલ્હી-

આજ સાંજે 6 વાગ્યે કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઇ રહ્યું છે, જેમાં ઘણા મોટા ફેરફારો થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા બદલાવ પછી આ સૌથી યુવા મંત્રીમંડળ હોઈ શકે છે. તાજા જાણાકારી અનુસાર, આજે સાંજે નવા અને જૂના કુલ 43 નેતાઓ શપથ લેશે.

 

મંત્રીમંડળ વિસ્તરણઃ 43 નેતાઓ લેશે શપથ કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણમાં આજે 43 નેતાઓ શપથ લેશે, જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, પશુપતિ કુમાર પારસ, ભૂપેન્દ્ર યાદવ, અનુપ્રિયા પટેલ, શોભા કરંદલાજે, મીનાક્ષી લેખી, અજય ભટ્ટ, અનુરાગ ઠાકુર પણ શપથ લેશે. વડાપ્રધાનને મળવા આવેલા તમામ નેતાઓ સાંજના 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં કોવિડ પ્રોટોકોલને અનુસરીને યોજાનારા સમારોહમાં મંત્ર પદના શપથ ગ્રહણ કરશે.