ઉત્તરાખંડના 45 વર્ષીય નવા મુખ્યમંત્રીએ શપથના 3 કલાકમાં જ બાદ કેબિનેટની બેઠક બોલાવી
05, જુલાઈ 2021

ન્યૂ દિલ્હી

45 વર્ષના પુષ્કરસિંહ ધામીએ રવિવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેઓ રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી છે. રાજ્યપાલ બેબી રાની મૌર્યાએ તેમને શપથ અપાવ્યા. મુખ્યમંત્રી પછી સતપાલ મહારાજ, હરકસિંહ રાવત, ડો. ધનસિંહ રાવત, બંશીધર ભગત, યશપાલ આર્ય, સુબોધ યુનિઆલ, અરવિંદ પાંડે, બિશનસિંઘ, ગણેશ જોશી, રેખા આર્ય અને યતિશ્વરાનંદે મંત્રી પદના શપથ લીધા. આ બધાને અગાઉ કેબિનેટમાં શામેલ કરવામાં આવ્યા હતા.

શનિવારે યોજાયેલી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં ધામીના નામ પર સહમતી થઈ હતી. શપથ લેતા પહેલા તેઓ મંચ પરથી નીચે ઉતર્યા હતા અને વરિષ્ઠ પ્રધાન સતપાલ મહારાજને મળવા ગયા હતા. ધમીને મુખ્યમંત્રી બનાવ્યા બાદ સતપાલ મહારાજ ગુસ્સે હોવાનું કહેવાતું હતું. ધામી મુખ્યમંત્રી બનતાની સાથે જ એક્શનમાં ઉતરી ગયા છે. શપથ લીધાના માત્ર 3 કલાક પછી તેમણે રાત્રે 8 વાગ્યે પહેલી કેબિનેટ બેઠક બોલાવી. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા સુબોધ યુનિઆલે કહ્યું કે યુવાનો અને બેરોજગાર માટે ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

45 વર્ષીય પુષ્કરસિંહ ધામી રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી છે. બે વખતના ધારાસભ્ય ધામી ઉત્તરાખંડ સરકારમાં ક્યારેય પ્રધાન ન હતા. પરંતુ હવે સીધા મુખ્યમંત્રીની ખુરશી સંભાળશે. શનિવારે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે એક સામાન્ય કાર્યકરને રાજ્યની સેવા કરવાની તક આપવા બદલ તેઓ પાર્ટી હાઈકમાન્ડનો આભારી છે. બહુમતી હોવા છતાં નેતૃત્વની અસ્થિરતા સાથે સતત ઝઝૂમતી ભાજપે મુખ્યમંત્રી બદલવાનો નિર્ણય લીધો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution