56 વર્ષીય ભાઇજાને મુંબઇમાં આ હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો

મુંબઈ

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ આજે એટલે કે 24 માર્ચના રોજ લીલાવતી હોસ્પિટલમાં લીધો હતો. સલમાન ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં સંજય દત્તે કોરોનાની વેક્સિન લીધી હતી.

સલમાન ખાન આજે (24 માર્ચ) સાંજના સમયે લીલાવતી હોસ્પિટલની બહાર પોતાના બોડીગાર્ડ સાથે જોવા મળ્યો હતો. સલમાન ખાન કેઝ્યુઅલ લુકમાં હતો. તેણે ગ્રીન રંગનો માસ્ક પહેર્યો હતો. સલમાનની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ હતી. તે સમયે સલમાન શા માટે હોસ્પિટલ ગયો છે, તે અંગેનું કોઈ કારણ આપવામાં આવ્યું નહોતું. ત્યારબાદ સલમાન ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું કે તેણે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે.

ઘણાં બોલિવૂડ સેલેબ્સે વેક્સિન લીધી છે. સલમાન-સંજય દત્ત પહેલાં સૈફ અલી ખાન, રાકેશ રોશન, સતીષ શાહ, શિલ્પા શિરોડકર, જ્હોની લીવર, મેઘના નાયડુ, શર્મિલા ટાગોર, નીના ગુપ્તા, કમલ હસન, હેમા માલિની, ધર્મેન્દ્ર, અનુપમ ખેર, ગજરાજ રાવ, પરેશ રાવલ, નાગાર્જન સહિતના સેલેબ્સે વેક્સિન લગાવી છે.

મે મહિનામાં ઈદ પર સલમાન ખાનની ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' થિયેટરમાં રિલીઝ થશે. સલમાન ખાન 'અંતિમ', 'કભી ઈદ કભી દિવાલી'માં પણ જોવા મળશે. માનવામાં આવે છે કે માર્ચ મહિનાના લાસ્ટ વીકમાં સલમાન ખાન 'ટાઈગર 3'નું શૂટિંગ શરૂ કરશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution