વરાછા વિસ્તારમાંથી કમી થઇ ગયેલાં ૬૪,૩૩૪ મતદારો ભાજપ નેતાગીરી માટે ચિંતાની બાબત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, એપ્રીલ 2026  |   2475

જેમ જેમ પાલિકાની ચૂંટણીમાં મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા ભાજપનાં કાર્યાલયોમાં ગભરાટ મચી રહ્યો છે. એવા અનેક પરિબળો છે જેને કારણે આ વખતે પણ વરાછા રોડ પર ભાજપનાં ઉમેદવારો પરાજયનો સ્વાદ ચાખવો પડે તેવી સ્થિતિ પેદા થવા માંડી છે. મતદાન નજીક આવતા જ ગઇ ચૂંટણીઓમાં થયેલા મતદાનના લેખાંજાેખાં મંડાય રહ્યા છે અને સાથે જ તાજેતરમાં સંપન્ન થયેલી મતદાર યાદી રિવિઝનની કામગીરી બાદ એવી વિગતો સપાટી પર આવી છે કે એકલા વરાછા રોડ પર જ ભાજપનાં ગોલ્ડન વોટ ગણાતા હતા એવા ૬૪૩૩૪ મતદારોનાં નામ નીકળી ગયા છે. એટલે કે આટલી મોટી સંખ્યામાં મતદારોએ પોતાના નામે બે સ્થળોની મતદાર યાદીમાં હોઇ, સુરત છોડીને વતનની મતદાર યાદીમાં નામ ચાલુ રાખવા માટે ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા હોઇ, સુરતનાં એકલા વરાછા વિધાનસભા વિસ્તારમાંથી જ આટલી મોટી સંખ્યામાં મતદારો નીકળી જતા ભાજપનાં ઉમેદવારોમાં ખાસ્સી અકળામણ જાેવા મળી રહી છે.

મહાનગરપાલિકાની ચૂંટણી આડે હવે માંડ ૪૮ કલાક બાકી રહ્યા છે ત્યારે એક સમયે ભાજપનો ગઢ ગણાતા વરાછા રોડ વિસ્તારમાં આવતા પાલિકાનાં વોર્ડમાં આ વખતે બીજી વખત આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો જીતી જાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અન્વયે ગત ફેબ્રુઆરીમાં જ પૂર્ણ થયેલી પ્રક્રિયા બાદ વરાછા રોડ વિધાનસભા વિસ્તાર કે જેમાં સુરત મહાનગરપાલિકાનાં ચાર વોર્ડ સમાવિષ્ટ છે, આ ચારેય વોર્ડ વિસ્તારમાંથી બસ્સો-પાંચસો નહીં પણ ૬૪૩૩૪ મતદારો સ્થળાંતર કરી ગયા હોવાનું નોંધાયું છે. આ મતદારો જીૈંઇ સુરતમાં પણ લિસ્ટેડ હતા અને વતન સૌરાષ્ટ્રમાં પણ જે તે વિધાનસભા વિસ્તારની મતદાર યાદીમાં સામેલ હતા. જીૈંઇને કારણે બેમાંથી એક જગ્યા પર ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના હતા. આટલા મતદારોએ સુરતમાંથી નામ કમી કરાવીને સૌરાષ્ટ્રમાં પોતાના વતનની વિધાનસભા વિસ્તારમાં નામ ચાલુ રખાવ્યું છે. જેને કારણે આ વખતની પાલિકાની ચૂંટણીમાં વરાછા વિસ્તારનાં દરેક વોર્ડમાં ૧૪થી ૧૬ હજાર જેટલા મતદારો ઘટી ગયા છે. ભાજપના ઉમેદવારો માટે આ પરિસ્થિતિ અકળાવનારી બની છે. કેમ કે આમ પણ ગરમીને કારણે મતદાન ઓછું થવાની શક્યતા છે અને તેમાં વોર્ડ વિસ્તારમાંથી ૨૦થી ૨૪ ટકા જેટલા મતદારો પહેલેથી ઘટી ગયેલા છે. પરિણામે ઓછું મતદાન થશે એ નિશ્ચિત બન્યું હોઇ, ભાજપ માટે ઓછું મતદાન એટલે સીટ ગુમાવવાનો વખત આવે તેવું રાજકીય ગણિત મંડાય રહ્યું છે.

બીજી તરફ જે રીતે વરાછા અને કતારગામ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો અને તેમની સભાઓમાં પબ્લિક ઉમટી રહી છે અને બીજીતરફ ભાજપનાં શિર્ષસ્થ નેતાઓની રેલી તથા સભામાં જાેવા મળતી ભીડ જાેતા ભાજપ માટે આ વખતે પણ કપરાં ચઢાણ હોવાનું જણાઇ રહ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution