ગુસ્સાને કંટ્રોલ કરવા માટે સરળ યોગાસન વિષે જણાવતી આ અભિનેત્રીએ

મુંબઈ-

બોલિવુડ એક્ટ્રેસ સોનલ ચૌહાણે પણ સોશિયલ મીડિયા પર શશાંકાસનને કરવાની રીત અને ફાયદાઓ વિશે જાણકારી આપી છે. તમે આ યોગાસનના ફાયદાઓ ઉઠાવી શકો છો. પોતાની પોસ્ટમાં સોનલે લખ્યું, આ યોગ પેટને અંદરની તરફ વાળીને કરવામાં આવતા મોટાભાગના આસનો કરતા ઘણું સરળ છે. કારણ તમે સંપૂર્ણરીતે ઊંધા નથી અને માથા પર વજન પણ ખૂબ જ ઓછું આવે છે. તેમ છતા તમે આ આસનના ઘણા પ્રકારના લાભ ઉઠાવી શકો છો. તે તમને ઉર્જા અને માનસિક સ્પષ્ટતા આપે છે કારણ કે તેના અભ્યાસના સમયે તમારું માથું હૃદય કરતા નીચે રહે છે. આ યોગમુદ્રા દરમિયાન શ્વાસ લેવા પર ધ્યાન કેન્દ્રિત રાખીને તમે તેનો મહત્તમ લાભ લઈ શકો છો. 


આ આસન પેલ્વિક માંસપેશીઓને ટોન કરે છે અને પગની માંસપેશીઓને આરામ આપે છે. તે સાઈટિકાના દુઃખાવામાં પણ રાહત આપે છે.

પગ પર પડતા દબાણને કારણે વેરિકોઝ વેનની સમસ્યાને ઓછી કરવામાં મદદ મળે છે. આ આસન સેક્સ્યુઅલ ડિસઓર્ડરને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ આસન ડાયાબિટીસની સમસ્યાઓમાં પણ રાહત આપી શકે છે.

શશાંકાસનના અભ્યાસથી મસ્તિષ્ક અને સંવેદી અંગોમાં લોહીની આપૂર્તિ વધે છે. તેનાથી એકાગ્રતા અને યાદશક્તિમાં સુધારો આવે છે. તે મગજને આરામ પણ આપે છે. આ આસન બાલાસનને મળતું આવે છે, આ આસન સુરક્ષા અને આત્મસમર્પણની ભાવના પેદા કરે છે. 

આ મુદ્રા માનસિક તણાવમાંથી રાહત પ્રદાન કરવા માટે જાણીતી છે. આ આસન એ લોકોને કરવાની સલાહ આપવામાં આવે છે, જે પોતાને ભાવનાત્મકરીતે અસંતુલિત અનુભવી રહ્યા હોય અથવા જેમને ગુસ્સો અથવા નિરાશાને નિયંત્રિત કરવામાં મુશ્કેલી આવતી હોય.

શશાંકાસન ઉપરના શરીરને ફેલાવે છે. આ અંગોમાં કરોડરજ્જુ અને સ્નાયુની માંસપેશીઓ સામેલ છે, તે કરોડરજ્જુની નસો પર પણ પ્રેશર આપે છે.

આ આસન કરોડરજ્જુને ખોલે છે, સ્ટ્રેચિંગમાં મદદ કરે છે અને પાસળીની અંદર રહેલી ડિસ્કને પણ સ્ટિમ્યુલેટ કરે છે. આ ડિસ્કના સ્પંજી સ્વભાવને જાળવી રાખવામાં મદદ કરે છે. તેને કારણે પીઠનો દુઃખાવો દૂર કરવા માટે દરરોજના કામકાજ દરમિયાન લાગતા ઝટકાઓને પણ સહન કરવામાં મદદ મળે છે. શરીરના સામેના અંગોની માલિશ કરે છે. પેટની માંસપેશીઓ અને અંગોને ઉત્તેજિત કરે છે, જેને કારણે પાચનમાં સુધારો થાય છે. પિટ્યૂટરી, પીનિયર, થાઈરોઈડ અને પેરૈથાઈરોઈડ ગ્રંથિઓ અને ઈમ્યૂન અને એન્ડોક્રાઈન સિસ્ટમને પણ સ્ટિમ્યુલેટ કરે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution