રાજપીપળા, નર્મદા જિલ્લામાં તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણી જીતવા નવનિયુક્ત ભાજપ સંગઠન ડેમેજ કન્ટ્રોલમાં લાગી ગયું છે.થોડોક સમય પેહલા નર્મદા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યને તો નર્મદા નર્મદા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બિટીપીના વનિતા ભાવેશ ભાઈ વસાવા, ડેડીયાપાડા બિટીપી ઉપપ્રમુખ મહેન્દ્ર સેપટિયાભાઈ વસાવા, ડેડીયાપાડા તાલુકા બિટીપી માજી પ્રમુખ માનસિંગ વસાવાને ઘનશ્યામ પટેલે ભાજપ પ્રવેશ કરાવ્યો છે. 

નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપને જાે બહુમતી મળે તો એ બેઠકમાં આવતી તાલુકા પંચાયતની સીટો પણ ભાજપના ખાતામાં આવી જાય.એટલે જ ભાજપ સંગઠન કોંગ્રેસ-બિટીપીના જીતેલા જિલ્લા પંચાયત સભ્યોને તોડવાના પ્રયત્નો કરી રહ્યુ છે.રાજનીતિક વિશ્લેષકોનું માનવું એવું છે કે બિટીપી- એઆઇએમઆઇએમગઠબંધન જાજુ કાંઈ ઉકાળી નહિ શકે.નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે આ વખતે કોઈ ગઠબંધન કામ નહીં કરે, ભાજપની સ્પષ્ટ બહુમતી આવશે.ગુજરાત સરકારે વિકાસ માટે જે ગ્રાન્ટ આપી એનાથી વિપક્ષે તકલાદી કામ કર્યું છે, જરૂરિયાતના કોઈ કામ કર્યા જ નથી, વિકાસના નામે માત્ર મીંડું જ છે.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદામાં ભાજપની અગાઉ બહુમતી હતી, કોંગ્રેસ-બિટીપીએ લોકોને ગુમરાહ કરી સત્તા મેળવી, એમના શાસનમાં ભ્રષ્ટાચાર થયો છે.