બાંદીપોરા-

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાબળો અને આતંકીઓની વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકીના મોત થયા છે. જાે કે આ આંતકીઓની ઓળખ હજી સુધી થઇ નથી. સોકબાબાના જંગલમાં આતંકીઓ છુપાયાની માહિતી સુરક્ષાબળોને મળી હતી ત્યારબાદ આ એન્કાઉન્ટર શરૂ થયું. સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું. આ દરમ્યાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.

પોલીસના સૂત્રોના મતે શુક્રવારના રોજ બપોરે સર્ચ ઓપરેશન ચલાવામાં આવ્યું હતું. પોલીસ અને આર્મીના જવાન શંકાસ્પદ જગ્યાએ પહોંચ્યા ત્યાં આતંકીઓએ સુરક્ષાબળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. સૂત્રોનું કહેવું છે કે અહીં હાજર આતંકીઓની સંખ્યાની સટીક માહિતી નથી. જાે કે બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. આની પહેલાં શુક્રવારના રોજ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી હતી. અખનૂરમાં સેનાના એક મોટા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા. સુરક્ષાબળોને આ ડ્રોનની સાથે પાંચ કિલો ૈંઈડ્ઢ પણ મળ્યો હતો. ડ્રોનનું વજન લગભગ ૧૭ કિલોગ્રામ હતું. મળતી માહિતી પ્રમાણે આ ડ્રોનના કેટલાંક પાર્ટ ચીન અને કેટલાંક તાઇવાનમાં બન્યા છે.