સુરત, ગુજરાતમાં સૌ પ્રથમ વખત એક પત્રકાર દ્વારા પોતાના વ્હાલસોયા-લાડકવાયા અઢી વર્ષના બાળકના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. સુરતના અઢી વર્ષના બાળકના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યુ હતું. સુરતના બાળકનું હૃદય રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ ભરશે. જશ સંજીવભાઇ ઓઝા ૯ ડિસેમ્બરે પાડોશીના ઘરે રમતા સમયે બીજા માળેથી અકસ્માતે નીચે પડી જતા માથામાં ગંભીર ઇજા થતા બેભાન થઇ ગયો હતો. પરિવારજનોએ તાત્કાલીક તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સારવાર દરમિયાન સીટી સ્કેન અને સ્ઇૈં કરાવતા બ્રેન હેમરેજ હોવાનું તેમજ મગજમાં સોજાે હોવાનું માલુમ પડ્યુ હતું.બાળકના પત્રકાર પિતા સામાજિક કામ વિશે અખબારોમાં લખતા રહ્યા છે, તેમણે અઢી વર્ષના પુત્રના અંગોનું દાન કરવા સહમતિ આપતા ડોનેટ લાઇફે આગળની પ્રોસેસ શરૂ કરી હતી. ચેન્નાઈની એમ.જી.એમ.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ રશિયા અને યુક્રેન ની નાગરિકતા ધરાવતા ચાર વર્ષના બે વિદેશી બાળકોને હૃદય અને ફેફસાંની ફાળવણી કરી હતી. હદય અને ફેફ્સા સમયસર ચેન્નાઇ પહોચાડવા માટે અમૃતા હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. એમ.જી.એમ. હોસ્પિટલ સુધીનું ૧૬૧૫ કિ.મીનું અંતર ૧૬૦ મીનીટમાં કાપ્યું હતું.