કોલકત્તા-

પશ્ચિમ બંગાળ વિધાનસભાએ ગુરુવારે કેન્દ્રના ત્રણ વિવાદિત કૃષિ કાયદાઓ વિરુદ્ધ એક ઠરાવ પસાર કર્યો હતો અને માંગ કરી હતી કે આ કાયદા તાત્કાલિક પાછા ખેંચવામાં આવે. સંસદીય બાબતોના પ્રધાન પાર્થ ચેટર્જીએ આ ઠરાવ રજૂ કર્યો હતો. ઠરાવ અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકારે આ નવા કાયદાને કાઢી નાખવા જોઈએ અથવા સત્તામાંથી પાછા ખેંચવું જોઈએ.

સીપીઆઈ (એમ) અને કોંગ્રેસે આ ઠરાવને સમર્થન આપ્યું હતું, પરંતુ તેઓએ રાજ્ય સરકાર દ્વારા થોડા વર્ષો પહેલા પસાર કરાયેલા સમાન કાયદાને પાછો ખેંચવાની માંગ પણ કરી હતી. ભાજપના ધારાસભ્યોએ ઠરાવનો વિરોધ કર્યો હતો અને 'જય શ્રી રામ' ના નારા લગાવીને ગૃહની બહાર નીકળ્યા હતા.