24, મે 2024
594 |
ભોજપુરી સુપરસ્ટાર ખેસારીલાલ યાદવ પોતાના ફેન્સ માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે. ભોજપુરી સુપરસ્ટારની ફિલ્મ ‘રંગ દે બસંતી’ ૭મી જૂને દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા નિર્માતા રોશન સિંહે ફિલ્મનો વધુ એક લુક જાહેર કર્યાે છે. જેમાં ખેસારી લાલ યાદવ રોકેટ લોન્ચર સાથે જાેવા મળે છે.ખેસારી લાલ યાદવની આગામી ફિલ્મ ‘રંગ દે બસંતી’ દેશભક્તિથી પ્રેરિત છે. ફિલ્મને લઈને સર્વત્ર ધૂમ મચી છે. તેના મેકર્સ ધીમે ધીમે ફિલ્મમાંથી ખેસારીના દરેક લુકને જાહેર કરી રહ્યા છે. આના પરથી સમજી શકાય છે કે ખેસારી લાલ ‘રંગ દે બસંતી’માં એક નહીં પરંતુ અનેક અવતારમાં જાેવા મળશે. ખેસારી લાલે ફિલ્મના નવા પોસ્ટર સાથે ફરી એકવાર બધાનું ધ્યાન ખેંચ્યું છે.ખેસારી લાલ અભિનીત ‘રંગ દે બસંતી’નું નિર્માણ રોશન સિંહ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું દિગ્દર્શન પ્રેમાંશુ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના લુક અંગે રોશન સિંહે કહ્યું કે, ‘આ ભોજપુરીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે તેની રિલીઝમાં થોડા જ દિવસો બાકી છે. આવી સ્થિતિમાં દર્શકોને ફિલ્મનો નવો લૂક ખૂબ જ ગમશે. મલ્ટિપ્લેક્સમાં પણ દર્શકો આ ફિલ્મને માણશે. અમે સંપૂર્ણ તૈયારી સાથે ફિલ્મને મોટા પાયે રિલીઝ કરી રહ્યા છીએ. ભોજપુરીમાં આજ સુધી આવી ફિલ્મ ક્યારેય બની નથી.તેમણે કહ્યું કે ‘અમારી ફિલ્મ મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર, ઝારખંડ, દિલ્હી, યુપી, પંજાબ, ઉત્તરાખંડ, એમપી, છત્તીસગઢ, બંગાળ, આસામ, ઓરિસ્સા, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર અને નેપાળમાં રિલીઝ થશે. ‘ ફિલ્મ ‘રંગ દે બસંતી’માં ખેસારીલાલ યાદવ સાથે અભિનેત્રી રતિ પાંડે અને ડાયના ખાન મુખ્ય ભૂમિકામાં છે.