'આધાર' અંગે સૌથી મોટો ધડાકો! આ તારીખ પછી નકામા થઈ જશે જૂના કાર્ડ?


નવીદિલ્હી,તા.૨૩

દેશના સૌથી મહત્ત્વના આધાર પુરાવા પૈકીનો એક મજબુત પુરાવો એટલે આધાર કાર્ડ. હવે આધાર કાર્ડને લઈને પણ આવી ગયું છે મોટું અપડેટ. ઘણાં લોકો પાસે વર્ષોથી એકનું એક આધાર કાર્ડ છે અને તેમાં કોઈ માહિતી અપડેટ કરાઈ નથી. હવે આવી સ્થિતિમાં શું થશે,,શું એ આધાર કાર્ડ બંધ થઈ જશે...કે પછી નવું આધાર કાર્ડ બનાવવું પડે...આવા અનેક સવાલોના જવાબો મેળવવા જાણો આ માહિતી...જાે તમે તમારું આધાર ઓનલાઈન અપડેટ કરશો તો જ તમને ફ્રી અપડેટની સુવિધા મળશે. પરંતુ તમારે આધાર કેન્દ્ર પર જઈને તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે ચૂકવણી કરવી પડશે.જાે તમે તમારું આધાર ઓનલાઈન અપડેટ કરશો તો જ તમને ફ્રી અપડેટની સુવિધા મળશે. પરંતુ તમારે આધાર કેન્દ્ર પર જઈને તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે ચૂકવણી કરવી પડશે. ઉદાહરણ તરીકે, જાે આધાર કાર્ડમાં ફોન નંબર ઉમેરાયો નથી, તો તેના માટે આધાર કેન્દ્ર પર જવું પડશે. આ કિસ્સામાં તમારે ચૂકવણી કરવી પડશે.

સોશિયલ મીડિયા પર એવા ઘણા સમાચાર આવી રહ્યા છે કે જાે ૧૦ વર્ષ સુધી આધાર કાર્ડ અપડેટ નહીં થાય તો ૧૪ જૂન પછી તે કામ કરવાનું બંધ કરી દેશે. યુઆઈડીએઆઈએ વાયરલ થઈ રહેલા આ સમાચારની નોંધ લીધી છે અને સ્પષ્ટતા આપી છે. આધાર કાર્ડ બનાવતી સંસ્થાએ કહ્યું છે કે આવું કંઈ નહીં થાય. જાે ૧૦ વર્ષ સુધી આધાર કાર્ડ અપડેટ ન થાય તો પણ તે કામ કરતું રહેશે.

આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ૧૪ જૂનની આ વાત ક્યાંથી આવી વાસ્તવમાં, ેંૈંડ્ઢછૈંએ કહ્યું છે કે આધાર કાર્ડને ૧૪ જૂન સુધી ફ્રીમાં અપડેટ કરી શકાશે. પરંતુ આ પછી, જાે કોઈ વ્યક્તિ આધાર કાર્ડ અપડેટ કરે છે, તો તેણે ચૂકવણી કરવી પડશે. આ વાતનું વતેસર કરીને લોકોએ સોશિયલ મીડિયા પર આધાર અંગેના બીજા ખોટા મેસેજ ફરતા કરી દીધા હતાં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution