અમદાવાદ, રખડતા ઢોરોની સમસ્યા અમદાવાદ સહિત તમામ મહાનગરો અને ગામે ગામ ચિંતાજનક રીતે વકરતી જાય છે આ ગંભીર રૂપ ધારણ કરી રહેલી સમસ્યાના નિવારણ માટે ગામ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે અમદાવાદ સહિતના મહાનગરોમાં થી ઢોર ઢાંખરને શહેરની સીમા બહાર વસાવવા માટે જમીન ફાળવવા સહિતની જાહેરાત કરી હતી હેલો હેલો પરંતુ તે માળીએ ચડાવી દેવાઇ છે બીજી બાજુ ભાજપ પ્રમુખ સી આર પાટીલ તમામ મહાનગરોમાં સુરતની જેમ પગલા ભરવા તાકીદ કરે છે પરંતુ સક્રિય પગલાંના અભાવે રોજેરોજ નિર્દોષ લોકો રખડતા ઢોરના શીંગડે ચડે છે

તાજેતરમાં શહેરના સરખેજ નજીક ના વણઝર ગામે જાનૈયાઓ વરરાજા ને ઘોડે બેસાડી નાચતા હતા ત્યારે એકાએક માતેલો સાંઢ ધસી આવતા આઠથી દસ જાનૈયાઓને અડફેટે લીધા હતા જાેકે કોઇ જાનહાની કે ગંભીર ઇજા કોઈની થઈ નથી આવું જ ગીર સોમનાથમાં ઘટના ઘટી હતી જેમાં એક વૃદ્ધાનું મોત નીપજયું હતું આવી જ રીતે અગાઉ વલસાડ બોટાદ ભાવનગર રાજકોટ જામનગર વાપી વડોદરા ખેડા આણંદ સહિતના અન્ય વિસ્તારોમાં વીતેલા એક માસમાં ૨૦થી વધારે ઘટના ઘટી હતી.

રખડતા ઢોરના લીધે નિર્દોષ લોકો પરેશાન થાય છે એની સાથે સાથે ગાયો આખલા જાહેરમાર્ગો હાઇવે પર ઘણીવાર ટ્રાફિકજામ કરે છે તેને કારણે ગમખ્વાર અકસ્માત કારણભૂત બને છે ઢોર પકડાય છે પણ માલિકો દંડ ભરીને છોડાવી જાય છે પછી હતું એનું એ જ થઈને રહે છે કોઈ ઠોસ કાયમ નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે સીઆર પાટીલે જાહેર મંચ પરથી વડોદરાના મેયરને તાકીદ કરી હતી પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધી ની ઉકતી અનુસાર જેમ છે. તેમ જ ચાલ્યા કરે છે અમદાવાદમાં તો તંત્રની બેદરકારી ની સાથે સાથે ઢોરના માલિકો પણ માથાભારે થઈ ગયા છે તેવું દૃશ્ય સર્જાયું છે પાટીલ રખડતા ઢોર માટે તંત્ર પર ગર્જયા બહુ પણ તેમની પીપૂડી વાગે નહીં.