નાસાના હબલ ટેલિસ્કોપથી દેખાયો આકાશગંગામાં સૌથી વધુ પ્રકાશિત તારો
28, એપ્રીલ 2021

દિલ્હી-

નાસાના હબલ ટેલિસ્કોપમાં એક ‘સેલિબ્રિટી સ્ટાર’ જાેવા મળ્યો છે, આકાશગંગામાં આ સ્ટાર સૌથી વધુ ચમકે છે. આ સ્ટારની આસપાસ ગેસ અને ધૂળના વલયો જાેવા મળે છે. આ સ્ટારનું નિર્માણ કેટલાક મિલિયન વર્ષ પહેલા થઈ છે, જે આકાશગંગામાં ૨૦,૦૦૦ પ્રકાશ વર્ષ દૂર જાેવા મળે છે. આ સ્ટાર સૂર્ય કરતા ૭૦ ગણો અધિક વિશાળ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જે એક મિલિયન સૂર્યના પ્રકાશ જેટલી ચમક ધરાવે છે.

આ સ્ટારનો નાશ ના થાય તે માટે અત્યારે ગુરુત્વાકર્ષણ અને રેડિએશનના કારણે ટકીને રહ્યો છે. હબલ ટેલિસ્કોપના કારણે આની વિશેષતાની જાણ થઈ છે. ટેડપોલ અને લોપસિડેડ જેવી રચના જાેવા મળી છે. આ રચના ધૂળના પિંડની છે, જે આ સ્ટારના પ્રકાશથી જાેવા મળે છે.ટેડપોલના આકારની વિશેષતા છે, જે સૌથી નીચેની બાજુ અને ડાબી બાજુ સ્થિત છે, ધૂળના પિંડમાં નક્ષત્ર વાયુના કારણે વધારો થયો છે. આ ઈમેજ અલ્ટ્રાવાયોલેટ અને વિઝીબલ લાઈટથી કેપ્ચર કરવામાં આવી છે.અલ્ટ્રાવાયોલેટ લાઈટથી ધૂળના પિંડ સ્પષ્ટ રીતે જાેવા મળે છે અને સ્ટાર સંપૂર્ણ રીતે જાેવા મળે છે. અલ્ટ્રાવાયોલટ લાઈટથી ઓબ્ઝર્વેશન માટે હબલ પરફેક્ટ છે, કારણ કે આ પ્રકારના તરંગો માત્ર અવકાશમાંથી જાેઈ શકાય છે.મેમોથ સ્ટારનું નિર્માણ ૧૦,૦૦૦ વર્ષ પહેલા એકથી વધુ વિસ્ફોટથી બન્યો હતો. તે સ્ટારના બહારના લેયર અવકાશમાં છોડી દેવામાં આવ્યા હતા. એક્સપેલ્ડ મટીરિયલની માત્રા સૂર્યના વ્યાપકથી લગભગ ૧૦ ગણી છે.અન્ય બ્લ્યૂ વેરિએબલની જેમ આ સ્ટાર પણ અસ્થિર છે. જેમાં ઓછા વિસ્ફોટ જાેવા મળ્યા છે, જે વર્તમાન નેબુલા ઉત્પન્ન કરવા માટે શક્તિ ધરાવતો નથી. આ એક પ્રકારનો સ્ટાર છે, જે રેડિએશન અને નક્ષત્ર વાયુને પ્રવાહિત કરવાનું શરૂ રાખે છે. આના જેવા સ્ટાર ખગોળશાસ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે પર્યાવરણ પર તેની અસર જાેવા મળે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution