મુંબઇ 

રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેનો વિરુદ્ધ ફાઈલ કરેલી યાચિકાના જવાબમાં CBIએ બોમ્બે હાઇકોર્ટમાં તેનો જવાબ સબમિટ કર્યો છે. તેમાં તપાસ એજન્સીએ રિયાની ફરિયાદને અટકળો પર આધારિત ગણાવી કહ્યું કે સુશાંતના મૃત્યુના 90 દિવસ બાદ તેની બહેનો મિતુ અને પ્રિયંકા વિરુદ્ધ રિયાએ FIR કરી જે તેની વિશ્વસનીયતા પર શંકા પેદા કરે છે.

CBIએ હાઇકોર્ટને અપીલ કરી છે કે તે સુશાંતની બંને બહેનો વિરુદ્ધની FIR રદ કરે. સાથે જ કહ્યું કે મુંબઈ પોલીસ દ્વારા રિયાની FIR ફાઈલ કરવી સંપૂર્ણ રીતે કાયદાનો અનાદર છે. તપાસ એજન્સીએ કહ્યું, 'રિયા તરફથી આ ફરિયાદ માત્ર સુશાંતના મૃત્યુની તપાસને પ્રભાવિત કરવાના ઈરાદાથી કરવામાં આવી છે.'

CBIના ASP અનિલ યાદવે તેના જવાબમાં કહ્યું કે મુંબઈ પોલીસને પટના પોલીસ દ્વારા ફાઈલ થયેલી FIR વિશે જાણ હતી. તે જ તથ્યોને આધારે બીજી FIR ફાઈલ કરવાની કોઈ જરૂર ન હતી. યાદવે કહ્યું, 'સમાન તથ્યો અને કાયર્વાહીના કારણના આધારે વધુ એક FIR રજિસ્ટર કરવું વોરન્ટેડ નથી અને કાયદો પણ આની મંજૂરી આપતું નથી.'