બેઇજિંગ,તા.૫

વિશ્વભરના દેશમાં કહેર વર્તાવનાર કોરોના વાયરસનું કેન્દ્ર રહેલા ચીનના વુહાનમાં હાલમાં કોઈ સંક્રમિત દર્દી નથી. લગભગ એક કરોડ લોકોના ટેસ્ટંગ બાદ વુહાન હવે સંપૂર્ણ રીતે કોરોના મુક્ત થઈ ગયું છે. અહીં સંક્રમિત છેલ્લા ત્રણ દર્દીઓને પણ હોસ્પિટલમાંની રજા આપી દેવાઈ છે. 

ચીનના રાષ્ટયી સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે, બહારથી આવેલા પાંચ લોકોમાં સંક્રમણના કેસ સામે આવ્યા છે. તેમાંથી ચાર શાંઘાઈથી છે અને એક સિચુઆન પ્રાંતથી છે. ગુરુવારે સંક્રમણના લક્ષણ ના હોય તેવા ત્રણ કેસ સામે આવ્યા હતા, જેના બાદ આ પ્રકારના સંક્રમણની સંખ્યા ૨૯૭ થઈ ગઈ છે. આ તમામ સારવાર હેઠળ છે. 

ચીનમાં અત્યાર સુધી કુલ ૮૩,૦૨૭ લોકો કોરોની સંક્રમિત થયા હતા. તેમાંથી હાલ માત્ર ૬૬ દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ૭૮,૩૨૭ લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે ૪૬૩૪ લોકોના મોત થઈ ચૂકવ્યા છે. જા કે, બુધવારે આવેલા આંકડા અનુસાર હજુ પણ ૨૪૫ લોકો એવા છે જે સંક્રમિત છે પરંતુ તેમનામાં સંક્રમણના લક્ષણ દેખાયા નથી.