12, જુલાઈ 2020
2178 |
વોશિગ્ટંન-
શનિવારે યુ.એસ.એ એક્ઝિટ પ્રતિબંધ સહિતના સ્થાનિક કાયદાના મનસ્વી રીતે અમલ અંગે સાવધ રહેવાની ચેતવણી પોતાના ચીનમાં રહેતા નાગરીકોને આપી હતી. ચીનમાં તેના નાગરિકોને જારી કરવામાં આવેલા એક સુરક્ષા ચેતવણીમાં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે યુએસ કોન્સ્યુલર સેવાઓ અથવા તેમના કથિત ગુના વિશે જાણ્યા વિના ચીન યુએસ નાગરિકોની અટકાયત કરી શકે છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, "અમેરિકન નાગરિકોને લાંબા સમય સુધી પૂછપરછ અને અટકાયતનો સામનો કરવો પડી શકે છે. અમેરિકન નાગરિકોની અટકાયત કરી શકાય છે અથવા તેને ચીનમાંથી હાંકી શકાય છે. જો અમેરીકનની ધરપકડ કરવામાં આવે અથવા અટકાયત કરવામાં આવે તો પોલીસ અથવા જેલના અધિકારીઓ યુએસ એમ્બેસી અથવા નજીકના વાણિજ્ય દૂતાવાસને તાત્કાલિક જાણ કરવો.
આ અગાઉ ચીને કહ્યું હતું કે તે ઉઇગર મુસ્લિમ લઘુમતી વિરુદ્ધ માનવાધિકારના કથિત ઉલ્લંઘન અંગે ચીની અધિકારીઓ વિરુદ્ધ યુએસ પ્રતિબંધોના જવાબમાં પરસ્પર પ્રતિબંધો લાદશે.