ગુજરતાના આ જીલ્લાના કલેક્ટર અને DDOએ વેક્સિન લેવા છતાં કોરોના પોઝિટિવ
18, ફેબ્રુઆરી 2021 693   |  

ખેડા-

જિલ્લાના કલેક્ટર આઇ.કે. પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને અધિકારીઓની તબિયત બગડતા તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને કાર્યવાહી હાથ ધરાઇ છે. કોરોના પોઝિટિવ આવતા બંને અધિકારીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. બંને અધિકારીઓ ઘરે સારવાર લઇ રહ્યા છે. બંને અધિકારીના પરિવારજનો તેમજ સ્ટાફની પણ આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે. અધિકારીઓ, કર્મચારીઓ સહિત પરિવારજનોની ચકાસણી કરવામાં આવી છે. જો કે, અન્ય કોઈમાં કોરોના લક્ષણો હાલ સુધી જોવા મળ્યા નથી. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બંને અધિકારીઓના ઘર તેમજ ઓફિસને સેનેટાઈઝેશનની કામગીરી હાથ ધરાઇ છે. તાજેતરમાં રસીકરણ અભિયાન શરૂ થયા બાદ 15 દિવસ પહેલા જ બંને અધિકારીઓએ વેકસીન લીધી હતી. જો કે, વેકસીન લીધા બાદ પણ બંને અધિકારીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution