08, ડિસેમ્બર 2020
વલસાડ, પારડી જીઆઈડીસીમાં ડ્રમ બનાવતી એક્યુરેટ કંપની માંથી ૨૯ નવેમ્બર ના રોજ સાંજે નોકરી પુરી કરી વલસાડ ના અટગામ રોજસામર નો ચેતનભાઈ નટુભાઈ પટેલ પોતા ની બાઇક પેસન પ્લસ નંબર (ય્ત્ન-૧૫ ત્નત્ન ૩૨૩૦) પર તેના કાકા ના દીકરા કિરણ સાથે ઘરે પરત આવી રહ્યો હતો તે સમયે ચંદ્રપુર ખાતે હાઇવે ઓવરબ્રિજ નીચે ઉભેલા અંજલાવ દાદરી ફળિયા ના ભાવેશ ભાઈ રમેશભાઈ અને તેેના મિત્રે ચેતન પર હુમલો કરી ચેતન ના કાકાના દીકરા કિરણ ને ત્યાંજ ઉતારી ચેતન ને તેનીજ બાઇક પર લઈ જઈ ઢોર માર મારતા ચેતન ગંઇજાગ્રસ્ત થયો હોવાનો ચેતન ની પત્ની રમીલાબેનેે પારડી પોલીસ મથકે રજુવાત કરી છે.૧૦૮ મારફતે લાવવા માં આવેલ ચેતન ભાઈ ને દાખલ કરતી વખતે કર્મચારી ચેતનની ફાઇલ માં બાઇક સ્લીપ થઈ જતા ચેતન ને માર વાગ્યા હોવાની નોંધ કરી છે પરંતુ પ્રકરણ મારામારી નો હતો. પીડિત ની પત્ની રમીલાબેને પારડી પોલીસ મથકે રજુવાત કરી કાયદેસર પગલાં ભરવા માંગ કરી છે.