અમદાવાદ-

અમદાવાદના પ્રખ્યાત એવી શારદાબહેન હોસ્પિટલમાં ગત એપ્રિલમાંથી ઓક્ટોબર માસ સુધીમાં કુલ ૫૭ સગર્ભા મહિલાઓ કોરોના પોઝિટિવ મળી આવી છે. આ તમામ મહિલાઓને વધુ સારવાર માટે વી.એસ., સિવિલ તેમજ એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ શારદાબહેન હોસ્પિટલમાં પ્રસુતી માટે સગર્ભા બહેનો મોટી સંખ્યામાં આવતી હોય છે.

મહિનામાં ૬૦૦ થી ૭૦૦ પ્રસુતીઓ આ હોસ્પિટલમાં થતી હોય છે. કોરોનો કાળમાં એપ્રિલથી ઓક્ટોબર માસ સુધીમાં આવેલી ૩ હજારથી વધુ સગર્ભા મહિલાઓમાંછી ૫૭ પ્રસુતાઓ કોરોના પોઝિટિવ હોવાનું ધ્યાને આવ્યું હતું. મળતી માહિતી મુજબ આ હોસ્પિટલમાં રોજની ૨૫ થી ૩૦ ડિલિવરી થતી હોય છે.

તેમાં તમામ પ્રસુતા મહિલાઓના ફરજિયાત એન્ટિજન, આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવતા હાય છે. ત્યાર બાદ જ તેમાં જાે પ્રસુતા મહિલા કોરોના પોઝિટિવ આવે તો તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાતી હોય છે. આટલી મોટી સંખ્યામાં પ્રસુતાઓ કોરોના પોઝિટિવ મળી આવતા પૂર્વ વિસ્તારમાં કોરોના સંક્રમણ કેટલી હદે ફેલાઇ ગયું છે તેનો અંદાજ આવી જાય છે.