ગાંધીનગર, ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ કહેવુ છે કે, ‘રાજ્યમાં કોંગ્રેસ પાસે નેતૃત્વ નથી રહ્યુ. અહીં કોંગ્રસ ખુદ ખતમ થઈ ગઈ છે. લોકોએ તેમને વિપક્ષને લાયક પણ સમજ્યા નથી.’ રૂપાણીએ કહ્યુ કે એક જ દળને સત્તામાં રહેવા દેવામાં આવે. તેમણે કહ્યુ કે જનતાએ કોંગ્રેસને સંપૂર્ણપણે ફગાવી દીધુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાત હાલમાં જ આવેલ ગુજરાતની ૬ મહાનગર પાલિકાની ચૂંટણીમાં મળેલી જીત બાદ કહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય ભાજપાધ્યક્ષ સીઆર પાટિલની આગેવાનીમાં સત્તારૂઢ ભાજપે અહીં ફરીથી બધી ૬ મહાનગર પાલિકાઓમાં ચૂંટણી જીતી. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર શામેલ છે. ભાજપે આ શહેરોમાં ૪૮૩ એટલે કે ૮૫%, કોંગ્રેસે ૪૬ એટલે કે ૮% સીટો જીતી છે. વળી, મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસની આ વખતે કારમી હાર થઈ છે. જેનુ મોટુ કારણ અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)નુ ગુજરાતમાં ચૂંટણી લડવુ રહ્યુ. આ બંને પક્ષો અહીં પહેલી વાર નગર નિગમની ચૂંટણી લડવા આવ્યા અને સારુ પ્રદર્શન કર્યુ.