વડોદરા, તા.૨૯

શહેરના વાઘોડિયા રોડ પૂનમ કોમ્પલેક્શ ચીમનલાલ પાર્ક પાસે રસ્તામાં અડચણરૂપ મંદિરની ડેરીનું બાંધકામ પાલિકાની દબાણ શાખા દ્વારા સ્થાનિકોના વિરોધ વચ્ચે પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યું હતું. એક તબક્કે સ્થાનિકો અને દબાણ શાખાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જાેકે, દબાણ શાખાએ સ્થાનિકોની લાગણીને અવગણીને મંદિરની દેરી તોડી પાડી હતી.જાેકે, બાદમાં ટોળા એકઠા થતા લોકોએ ફરી આ સ્થળે માર્બલનુ મંદિર મૂકતા પાલિકાની દબાણ ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ફરી ત્રાટકી હતી.અને લોકોના વિરોધ અને ધર્ષણ વચ્ચે માર્બલનુ મંદિર તેમજ કાટમાળ ખસેડ્યો હતો.મંદિરને તોડી પડાતા લોકોએ રસ્તામાં બેસીને રામધુન કરતા કેટલોક સમય ચક્કાજામના દ્રષ્યો સર્જાયા હતા.

વડોદરા કોર્પોરેશનની દબાણ ટીમ ાજે વાઘોડિયા રોડ ઉપર કલાદર્શન પાસે આવેલી ચિમનલાલ પાર્ક સોસાયટીના કોર્નર ઉપરથી પસાર થતા ૨૭ મીટરના રોડ ઉપર આવેલી ભાથુજી મહારાજ અને માતાજી મૂર્તિ મૂકેલી ડેરી અને આસપાસ બનાવેલ ઓટલો દૂર કરવા માટે પહોંચી હતી.પાલિકાની દબાણ શાખાની ટીમ જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા ઉપરની ડેરી દૂર કરવા પહોંચતાજ સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા હતા અને મહિલાઓ અને પુરૂષોએ ડેરીની આસપાસ બનાવવામાં આવેલો ઓટલો દૂર કરવા સામે કોઇ વિરોધ કર્યો ન હતો. પરંતુ, વર્ષો જુની ભાથુજી મહારાજની ડેરી દૂર ન કરવા માટે આગ્રહ કર્યો હતો.

જાેકે, પાલિકાની ટીમે સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી અને વિરોધને અવગણીને ડેરી દૂર કરવાની કાર્યવાહી કરતા મહિલાઓ અને પુરૂષો ડેરી પાસે જઇ ઉભાં થઇ ગયા હતા. અને પાલિકાની ટીમને અટકાવી હતી.પોલીસની સમજાવટ છતાં, સ્થાનિક લોકો ડેરી પાસેથી દૂર ન થતાં મહિલા અને પુરૂષોને પોલીસે બળપ્રયોગ કરીને લોકોને ડેરી પાસેથી દૂર કર્યા હતા. પોલીસે સ્થાનિક લોકોને ડેરી પાસેથી દૂર કરતાંની સાથેજ દબાણ શાખાના કર્મચારીઓએ ડેરીમાં મૂકેલા ભાથુજી મહારાજનો અને માતાજીનો ફોટો, તલવાર સહિતનો પૂજાનો સામાન બહાર કાઢીને જે.સી.બીની મદદથી ઓટલો તેમજ દેરીને તોડી પાડી હતી.

વાધોડિયા રોડ પર ડેરી દૂર કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ કામગીરી સમયે આસપાસના લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા. આ કામગીરી સમયે સ્થાનિક એક પણ ભાજપા કાઉન્સિલર હાજર નહી રહેતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.જાેકે, ડેરી દૂર કરવાના વિવાદમાં આંતર રાષ્ટ્રીય હિંદુ સંગઠનના નેજા હેઠળ ચાલતા આંતર રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતા. અને સ્થાનિક લોકોની સાથે માર્બલનુ તૈયાર મંદિર લાવીને તેમાં ભાથુજી મહારાજનો ફોટો મૂકીને ફરી સ્થાપના કરી હતી.જાેકે, આ અંગેની જાણ થતાજ પાલિકાની દબાણ ટીમ ફરી પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. અને લોકોના વિરોધ વચ્ચે માર્બલનુ મંદિર સ્થળ પર થી દૂર કરીને કાટમાળ ડમ્પરમાં ભરી રસ્તો ખુલ્લો કર્યો હતો. હિન્દુ સંગઠન દ્વારા મંદિર બચોવો ધર્મ બચાવોના બેનર સાથે સ્થાનિક લોકોએ ડેરીના પુનઃ બાંધકામની માગણી સાથે રામધૂન કરી હતી. ોડી સાંજ સુધી ચક્કાજામના દૃષ્યો સર્જાયા હતા.