લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, મે 2026 |
2376
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના માર્ગો, જાહેર જગ્યાઓ અને ફૂટપાથ પર થયેલા ગેરકાયદેસર કબજાઓ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ૪ મહિનામાં ૭ ઝોનમાંથી ગેરકાયદે બોર્ડ, બેનર, હોર્ડિંગ્સ સહિત અન્ય માલસામાન દૂર કરી તંત્રએ કુલ રૂપિયા ૨ કરોડ ૫૭ લાખથી વધુનો દંડ વસુલ્યો છે. લારી-ગલ્લા દૂર કરાયા: ઉત્તર ઝોનમાંથી ૧૦૯૪, દક્ષિણ ઝોનમાં ૮૩૪, પૂર્વ ઝોનમાં ૯૬૬, મધ્ય ઝોનમાં ૧૦૭૫, પશ્ચિમ ઝોનમાં ૧૫૩૨, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૮૭૩, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૫૧૩. ગેરકાયદે બોર્ડ-બેનર-હોર્ડિંગ્સ હટાવાયા: પશ્ચિમ ઝોનમાં ૭૯૧૧, મધ્ય ઝોનમાં ૩૪૪૩, ઉત્તર ઝોનમાં ૩૪૪૧, પૂર્વ ઝોનમાં ૩૮૧૨, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૨૮૯૨, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૮૩૩, દક્ષિણ ઝોનમાં ૧૭૫૭. ગેરકાયદે પાર્કિંગ: પૂર્વ ઝોનમાં ૨૮૬૭, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૯૯૯, પશ્ચિમ ઝોનમાં ૧૮૮૨, મધ્ય ઝોનમાં ૧૩૩૨, ઉત્તર ઝોનમાં ૧૨૫૯, દક્ષિણ ઝોનમાં ૮૩૧ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૪૨૮. પરચૂરણ માલ સામાનને દૂર કરાયા: પશ્ચિમ ઝોનમાં ૧૩૩૪૯, મધ્ય ઝોનમાં ૮૮૭૮, ઉત્તર ઝોનમાં ૭૪૨૮, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૬૭૬૫, પૂર્વ ઝોનમાં ૬૩૩૬, દક્ષિણ ઝોનમાં ૪૨૫૮ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૨૮૪૩. ૧ જાન્યુઆરી થી ૨૫ એપ્રિલ સુધી છસ્ઝ્ર દ્વારા કુલ રૂપિયા ૨, ૫૭,૨૬,૫૭૦ની વસુલાત કરવામાં આવી છે. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂપિયા ૮૨,૨૮,૯૫૦, પશ્ચિમ ઝોનમાંથી રૂપિયા ૩૮,૨૨,૦૦૦, પૂર્વ ઝોનમાંથી રૂપિયા ૩૫,૦૧,૪૦૦, ઉત્તર ઝોનમાંથી રૂપિયા ૩૧,૦૫,૫૭૦, દક્ષિણ ઝોનમાંથી રૂપિયા ૨૪,૧૧,૩૫૦, મધ્ય ઝોનમાંથી રૂપિયા ૨૩,૧૧,૩૦૦, દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી રૂપિયા ૨૩,૪૬,૦૦૦ની વસુલવામાં આવ્યો છે.