નવી દિલ્હી

હોંગકોંગે ભારતથી પહોંચતા વિમાનો આવતીકાલથી આગામી ત્રણ મે સુધી સ્થગિત કરી દીધા છે. ઉડ્ડયન સૂત્રોએ માહિતી આપી કે ભારતમાં કોવિડ-19ના વધતા કેસોના લીધે હોંગકોંગે આ પગલાં છે.

સૂત્રોએ કહ્યું કે હોંગકોંગની સરકારે પાકિસ્તાન અને ફિલિપાઇન્સથી પહોંચનાર વિમાનોને પણ આ સમયગાળા માટે સ્થગિત કરી દીધા છે. હોંગકોંગની સરકારે આ નિર્ણય આ મહિને વિસ્તારા એરલાઇન્સની બે ઉડાનોમાંથી 50 પેસેન્જર્સ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા બાદ લીધો છે.

હોંગકોંગના નિયમોની અંતર્ગત ત્યાં જતા પહેલાં ઓછામાં ઓછા 72 કલાક પહેલાં તમામ યાત્રીઓ માટે આરટી-પીસીઆર તપાસ કરાવીને કોવિડ-19 નેગેટિવ રિપોર્ટ દેખાડવો ફરજીયાત છે.

આની પહેલાં રવિવારના રોજ હોંગકોંગ સરકારે મુંબઇથી હોંગકોંગની વચ્ચે ઓપરેશનલ વિસ્તાર એરલાઇન્સની તમામ ઉડાનોને બીજી મે સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય વિસ્તારાની મુંબઇ-હોંગકોંગ ઉડાનથી પહોંચનાર ત્રણ લોકો રવિવારના રોજ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા બાદ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે માર્ચની શરૂઆતમાં હોંગકોંગમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો ત્યારબાદ શહેરના હજારો લોકોને ક્વોરન્ટીનમાં રહેવા મજબૂર થવું પડ્યું. પરંતુ હાલ હોંગકોંગમાં કોરોના સંક્રમણના સ્થાનિક પ્રસારના કેસ સામે આવી રહ્યા નથી. તો બીજીબાજુ ભારતમાં કોરોનાનો કહેર ચાલુ છે. દેશમાં કોરોનાની વિકરાળ પરિસ્થિતિ છે.