કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને રૂા.૨ લાખનો દંડ ફટકાર્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, મે 2026  |   2475

ગાંધીનગરના કલોલ તાલુકામાં વર્ષ ૨૦૨૫માં બનેલી સગીરાના અપહરણ અને શારીરિક શોષણની ગંભીર ઘટનામાં ન્યાયતંત્રએ ચુકાદો આપ્યો છે. કલોલની ચોથી એડિશનલ સેસન્સ કોર્ટે આરોપી રોહિતકુમાર ઉર્ફે ગાગાકુમાર કુશવાહને તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ.૨ લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, ભોગ બનનાર સગીરાને રૂ.૫ લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. કેસની વિગત મુજબ, મે ૨૦૨૫માં આરોપી રોહિતકુમાર છત્રાલ વિસ્તારમાંથી ૧૬ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આરોપી સગીરાને હરિયાણાના ગન્નોર ખાતે લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અત્યાચારને કારણે સગીરા ગર્ભવતી બની હોવા છતાં આરોપીએ તેનું શોષણ ચાલુ રાખ્યું હતું. બનાવ અંગે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સમગ્ર મામલે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ(ન્ઝ્રમ્) અને સાયબર સેલની ટીમને તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સના આધારે જાણવા મળ્યું હતું કે, આરોપી હરિયાણામાં છુપાયો છે. ત્યારબાદ પોલીસની એક ટીમ હરિયાણા પહોંચી સગીરાને મુક્ત કરાવી હતી, પરંતુ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution