લંડન-

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતિયએ કહ્યું છે કે કોવિડ-૧૯ થી સુરક્ષા માટે રસી લેવા બાદ કોઇ મુશ્કેલી થઇ નથી, તેમણે સંક્રમણનાં ફેલાવાને રોકવા માટે લોકોને પણ રસી લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે, મહારાણી એલિઝાબેથ (૯૪)એ આ સપ્તાહે ઇંગ્લેડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તર આયર્લેન્ડમાં આરોગ્ય અધિકારીઓની સાથે વિડિયો કોલ દરમિયાન બ્રિટનમાં નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા ચલાવવામાં આવી રહેલા રસીકરણ અભિયાનનું સમર્થન કર્યું.

મહારાણી અને તેમના પતિ પ્રિન્સ ફિલિપે ગયા મહિને જ રસીનાં પહેલો ડોઝ લીધો હતો, મહારાણીએ ડોઝ લીધો હોવાનું ટાંકીને કહ્યું જ્યાંરે તમે રસી લો છો, તો સુરક્ષિત હોવાની ભાવના પેદા થાય છે, જે મારી દ્રષ્ટીએ ખુબ જ મહત્વપુર્ણ છે, તેમણે કહ્યું કે રસીથી અત્યાર સુધી કોઇ પ્રકારની મુશ્કેલીઓ થઇ નથી, આ તુરંત થઇ ગયું અને મને ઘણા લોકોનાં પત્ર પણ મળ્યા કે રસી લેવું ખુબ જ સરળ છે, રસીથી કોઇનું નુકસાન થતું નથી.

રસી અંગે કેટલાક લોકોમાં મુંઝવણ છે, મહારાણીનું કહેવું છે કે મને લાગે છે કે જે લોકોને હજુ સુધી રસી નથી લીધી, તેમના માટે થોડું મુશ્કેલ છે, પરંતું તેમણે પોતાના બદલે બીજા માટે વિચારવું જાેઇએ, શાહી પરિવારનાં સોશિયલ મિડિયા પેજ પર પણ આ વાતચીતને શેઅર કરવામાં આવી છે, બ્રિટનમાં રસીકરણનું કાર્ય જાેઇ રહેલા પ્રધાન નાધિમ જહાવીએ કહ્યું કે આંકડાથી જાણવા મળે છે કે લગભગ ૧૧.૧૫ ટકા લોકો રસી લેવા નથી માંગતાં.