શાહી પરિવારથી અલગ થવાનો ર્નિણય વિચાર્યા બાદ લીધોઃ પ્રિન્સ હેરી
08, માર્ચ 2021 693   |  

મોન્ટેસિટો-

બ્રિટનના રાજકુમાર ડ્યૂક ઓફ સસેક્સ હેરી અને તેમની પત્ની ડચેસ ઓફ સસેક્સ મેગન મર્કેલનું બીજું સંતાન દિકરી હશે. આ અંગે દંપતીએ ખુલાસો કર્યો હતો. દંપતીએ ઓપરા વિનફ્રેને આપેલા ઇન્ટરવ્યૂમાં આ ખુલાસો કર્યો હતો. હેરી અને મેગનને એક દિકરો પણ છે, જે મે મહિનામાં બે વર્ષનો થશે. હેરીએ કહ્યું હતું કે, સંતાન તરીકે પહેલા એક દિકરો અને પછી એક દિકરી થવી આનાથી વધારે શું સારી વાત હોઈ શકે. હવે અમે એક પરિવાર છીએ.

હેરીએ તેમના અને મર્કેલને શાહી કર્તવ્ય છોડવાના ર્નિણય પર મહારાણીને ધક્કો પહોંચાડવાના સમાચારને નકારી કાઢ્યા હતા. અને જણાવ્યું હતું કે, ઘણી વાર વાતચીત કર્યા પછી આ ર્નિણય લીધો હતો. મેં મારા દાદીને કોઈ ઝટકો નથી આપ્યો. હું તેમની ઘણી ઈજ્જત કરું છું. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, તેમના પિતા પ્રિન્સ ચાલ્ર્સે તેમનો ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું છે. મારા પિતા અને મારો ભાઈ પણ ફસાયેલા છે. મારા ભાઈ સાથે મારા સારા સંબંધ નથી રહ્યા.

મેગને વધુમાં ઉમેર્યું હતું કે, મને શાહી પરિવાર વિશે એટલું જ ખબર છે જેટલું મારા પતિએ મને જણાવ્યું છે. હૈરી સાથે લગ્ન કર્યા બાદ મને આત્મહત્યા જેવા વિચાર આવતા હતા. જ્યારે હું પહેલી વાર ગર્ભવતી થઈ હતી તો મારા બાળકના રંગ અંગે ઘણા પ્રશ્નો ઉઠ્યા હતા. જાેકે, મેગને તે વ્યક્તિનું નામ ન લીધું જેણે તેમને આવી વાત કરી હતી.

બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન મર્કેલે એક ટીવી ઇન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કર્યો છે. પ્રખ્યાત ટીવી પર્સનાલિટી ઓપરા વિનફ્રેને આપેલ ઇન્ટરવ્યૂમાં મેગને કહ્યું હતું કે રાજવી પરિવાર તેના પુત્ર આર્ચીને પ્રિન્સ બનાવવા માંગતો ન હતો, કારણ કે તેના જન્મ પહેલાં તેને ડર હતો કે તેનો રંગ શ્યામ ન હોય. આર્ચીના જન્મ પહેલાં, રાજવી પરિવારે પ્રિન્સ હેરી સાથે આ અંગે ચર્ચા કરી હતી, જે તેમના માટે તે ખૂબ પીડાદાયક હતું. જાે કે, મેગને ઇન્ટરવ્યૂમાં જે વ્યક્તિને આ ડર હતો તેનું નામ જાહેર કર્યું નથી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution