વિદેશી કરન્સીઓ સામે રૂપિયાનાં ધોવાણે ફોરેન સ્ટડી માટે જનારાઓનું બજેટ ખોરવી નાખ્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, માર્ચ 2026  |   સુરત   |   1386

પશ્ચિમ એશિયામાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે ભારતમાં ઉદ્યોગ, વેપાર, ધંધાને તો સમસ્યાઓ નડી રહી છે પરંતુ, સૌથી મોટો આર્થિક ફટકો વિદેશ અભ્યાસ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ તેમજ આ વર્ષે વિદેશ અભ્યાસ માટેની પ્રક્રિયા કરી રહેલા સેંકડો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની આર્થિક સ્થિતિને લાગ્યો છે. આજે બજાર બંધ થયું ત્યારે અમેરીકન ડોલર સામે રૂપિયો ૯૫.૨૨ની ઐતિહાસિક સ્તરની નીચલી સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો. છેલ્લા એક જ મહિનામાં અમેરીકન ડોલર સહિતની વિદેશી કરન્સીઓ સામે રૂપિયો તૂટતાં વિદેશ અભ્યાસ કરી રહેલા અને હવે પછી વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની ફીમાં તોતિંગ વધારો ચૂકવવાની નોબત આવી છે.

ફોરેન સ્ટડી કન્સલ્ટન્સ પૂજા શાહ કહે છે કે આગામી સપ્ટેમ્બર ઇન્ટેકમાં વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની પ્રક્રિયા ગત ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન હાથ ધરવામાં આવી હતી. એ સમયે અમેરીકન ડોલર, કેનેડીયન ડોલર, યુરો કે ઓસ્ટ્રેલિયન ડોલર સ્ટેડી અને સ્ટેબલ હતા. એ સમયે વિદેશ જનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને જે એસ્ટીમેટ આપવામાં આવ્યા હતા એ હવે માર્ચ એન્ડમાં બદલાય ગયા છે. જેમને વાર્ષિક રૂ.૩૫ લાખનો અંદાજ આપ્યો હતો એ સીધા રૂ.૪૦ લાખ અને જેમને રૂ.૫૦ લાખનો એસ્ટીમેટ આપ્યો હતો તેમના સીધા રૂ.૫૬ લાખ જેટલો થઇ ગયા છે. અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી મુસિબતમાં આવી ગયા છે. અનેક વાલીઓની એજ્યુકેશન લોન અગાઉના એસ્ટીમેટ મુજબ મંજૂર થઇ ચૂકી છે હવે તેમણે વધારાની રકમ ઘરની બચતમાંથી કાઢીને આપવી પડે તેવી નોબત આવી ગઇ છે.

એવી જ રીતે ગયા વર્ષે કેનેડા અભ્યાસ કરવા માટે ગયેલી વિદ્યાર્થિની ઝીલ પટેલના પિતા રાકેશ પટેલ કહે છે કે સપ્ટેમ્બર ૨૦૨૫માં દિકરી કેનેડા ગઇ હતી ત્યારે કેનેડીયન ડોલરનો ભાવ હતો રૂ.૫૮ પ્રતિ કેનેડીયન ડોલર. આજે ૩૦મી માર્ચે કેનેડીયન ડોલરનો ભાવ રૂ.૬૭.૯૫ છે. કેનેડામાં ૪ જ મહિનામાં સેમેસ્ટર બદલાય જાય છે અને બે સેમેસ્ટર ૮ મહિનામાં પૂરા થઇ જતા હવે ફી ભરવાની આવી છે. ગયા વર્ષે જે ફી હતી એ જ ભરવાની છે પરંતુ, હવે તેમાં મારે ૧૫ ટકા વધારે રકમ ભરવી પડશે કેમકે રૂપિયા સામે કેનેડીયન ડોલર વધી ગયો છે. વિદેશી કરન્સીઓ સામે રૂપિયાનાં ધોવાણે ફોરેન સ્ટડી માટે જનારાઓનું બજેટ ખોરવી નાખ્યું

સુરત, તા.૩૦

પશ્ચિમ એશિયામાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે ભારતમાં ઉદ્યોગ, વેપાર, ધંધાને તો સમસ્યાઓ નડી રહી છે પરંતુ, સૌથી મોટો આર્થિક ફટકો વિદેશ અભ્યાસ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ તેમજ આ વર્ષે વિદેશ અભ્યાસ માટેની પ્રક્રિયા કરી રહેલા સેંકડો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની આર્થિક સ્થિતિને લાગ્યો છે. આજે બજાર બંધ થયું ત્યારે અમેરીકન ડોલર સામે રૂપિયો ૯૫.૨૨ની ઐતિહાસિક સ્તરની નીચલી સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો. છેલ્લા એક જ મહિનામાં અમેરીકન ડોલર સહિતની વિદેશી કરન્સીઓ સામે રૂપિયો તૂટતાં વિદેશ અભ્યાસ કરી રહેલા અને હવે પછી વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની ફીમાં તોતિંગ વધારો ચૂકવવાની નોબત આવી છે.

ફોરેન સ્ટડી કન્સલ્ટન્સ પૂજા શાહ કહે છે કે આગામી સપ્ટેમ્બર ઇન્ટેકમાં વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની પ્રક્રિયા ગત ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન હાથ ધરવામાં આવી હતી. એ સમયે અમેરીકન ડોલર, કેનેડીયન ડોલર, યુરો કે ઓસ્ટ્રેલિયન ડોલર સ્ટેડી અને સ્ટેબલ હતા. એ સમયે વિદેશ જનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને જે એસ્ટીમેટ આપવામાં આવ્યા હતા એ હવે માર્ચ એન્ડમાં બદલાય ગયા છે. જેમને વાર્ષિક રૂ.૩૫ લાખનો અંદાજ આપ્યો હતો એ સીધા રૂ.૪૦ લાખ અને જેમને રૂ.૫૦ લાખનો એસ્ટીમેટ આપ્યો હતો તેમના સીધા રૂ.૫૬ લાખ જેટલો થઇ ગયા છે. અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી મુસિબતમાં આવી ગયા છે. અનેક વાલીઓની એજ્યુકેશન લોન અગાઉના એસ્ટીમેટ મુજબ મંજૂર થઇ ચૂકી છે હવે તેમણે વધારાની રકમ ઘરની બચતમાંથી કાઢીને આપવી પડે તેવી નોબત આવી ગઇ છે.

એવી જ રીતે ગયા વર્ષે કેનેડા અભ્યાસ કરવા માટે ગયેલી વિદ્યાર્થિની ઝીલ પટેલના પિતા રાકેશ પટેલ કહે છે કે સપ્ટેમ્બર ૨૦૨૫માં દિકરી કેનેડા ગઇ હતી ત્યારે કેનેડીયન ડોલરનો ભાવ હતો રૂ.૫૮ પ્રતિ કેનેડીયન ડોલર. આજે ૩૦મી માર્ચે કેનેડીયન ડોલરનો ભાવ રૂ.૬૭.૯૫ છે. કેનેડામાં ૪ જ મહિનામાં સેમેસ્ટર બદલાય જાય છે અને બે સેમેસ્ટર ૮ મહિનામાં પૂરા થઇ જતા હવે ફી ભરવાની આવી છે. ગયા વર્ષે જે ફી હતી એ જ ભરવાની છે પરંતુ, હવે તેમાં મારે ૧૫ ટકા વધારે રકમ ભરવી પડશે કેમકે રૂપિયા સામે કેનેડીયન ડોલર વધી ગયો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution