ગાંધીનગર

ગુજરાત રેડ કોર્નર નોટિસ બાદ ફેબ્રુઆરી ૨૦૨૦ માં કિંગપિંગ અમૃતસરના સિમરન સંધુને ઈટાલીમાં પકડવામાં આવ્યો હતો. તે ગુજરાત અને શ્રીનગરમાં ઉતરવા વાળી હેરોઈનને દિલ્હી અને પંજાબ પહોંચાડવાનું કામ કરતો હતો. ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ ગુજરાતમાં ૩૦૫ કિલો હેરોઈન અને અમૃતસરમાં ૨૦૦ કિલો હેરોઈન મામલે તપાસમાં આરોપીઓની પુછપરછમાં તેનું નામ બહાર આવ્યું હતું. હરવિંદર સિંહ ઉર્ફે રંધાવા પંજાબના બટાલાનો છે. ડ્રગ રેકેટમાં અટકાયતમાં આવ્યા બાદ થાઈલેન્ડથી ડિપોર્ટ કરાયેલો છે. હવે પંજાબ એસટીએફના રિમાન્ડ પર છે, તેનું કાર્ય શ્રીનગરથી હેરોઈન સપ્લાયની વ્યવસ્થા કરવી, ટ્રકોની ડીઝલ ટાંકીઓમાં પંજાબમાં રસાયણો મોકલીને હેરોઈનનો જથ્થો વધારવાનું અને પંજાબ, દિલ્હી, હરિયાણા નેટવર્ક દ્વારા હેરોઇનનું પરિવહન કરવાનું હતું. સપ્લાયર તરીકે ઘણા લોકોના સંપર્કમાં તે હોવાનું સંભાવનાના આધારે નવી કડીઓ ખુલે તેમ છે. આ આખી ડ્રગ ટ્રેડમાં કરોડોના રુપિયાઓને હવાલાથી કંટ્રોલ કરવાનું કામ દુબઈ સ્થિત બિઝનેસમેન હકીમઝાદા કરતો હોવાનું સુત્રો કહે છે. તે મૂળ ભારતનો છે, પરંતુ લાંબા સમયથી દુબઈમાં છે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી પંજાબ સુધી ડ્રગ્સના વેપારમાં તે દ્ગૈંછની પણ ઘણા વોન્ટેડ લીસ્ટમાં છે. એસટીએફ તેના પર પણ નજર રાખી રહી છે. અગાઉ પણ ડ્‌ર્ગ્સ અને સટ્ટા બજારમાં મોટા અંશે દુબઇથી કામ થતું હોવાનું સામે આવતું રહ્યું છે. ગાંધીધામથી ગત વર્ષે ટ્રકમાં અમૃતસર સુધી હેરોઈન ડ્રગ્સનો જથ્થો પહોંચ્યો હોવાની તપાસ કરી રહેલી પંજાબ પોલીસની વિશેષ ટીમને જે તાર મળ્યા, તે સીધા મુંદ્રા ડ્રગ્સ મામલે સ્પર્શતા હતા. જે આધારે ત્રણ વ્યક્તિઓની તપાસ અને સંપર્કો શરૂ કરવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. અફઘાનિસ્તાનથી ૨૧ સપ્ટેમ્બરના ટેલ્કમ પાવડરમાં છુપાવીને ઈરાન મારફતે મુન્દ્રા આવેલા બંદરે પકડાયેલા ૩,૦૦૦ કિલો હેરોઈનમાંથી ૧૦૦૦ કિલો હેરોઈન પંજાબના લુધિયાણા આવવાનું હતું,

જે સાહનેવાલ ડ્રાયપોર્ટ ખાતે કન્ટેનર દ્વારા લાવવાનું હતું. તો બાકીના એક એક હજાર કિલો ને અહી થી સંભવિત રીતે ઓસ્ટ્રેલિયા અને મલેશિયા મોકલવાનું હોવાનું તપાસમાં બહાર આવી રહ્યું છે. આ પાછળ સુત્રધારો કોણ હતા? તેની તપાસમાં જાેતરાયેલી એનઆઈએ પહેલા પંજાબ પોલીસની વિશેષ તપાસ ટીમ ત્રણ એવા નામ સુધી પહોંચી હતી જેના સંપર્કો મુંદ્રા ડ્રગ્સ સાથે સીધી રીતે જાેડાયેલા હોવાનું મનાઈ રહ્યું છે. જેમના અંગે પ્રોડક્શન રિપોર્ટ પણ અપાયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. નોંધવુ રહ્યું કે જખૌમાં આવેલા ડ્રગ્સના જથ્થાને માંડવીના શખ્સના માધ્યમથી ગાંધીધામ અને અહિથી ટ્રાન્સપોર્ટરના સહયોગથી પંજાબ સુધી ડ્રગ્સ સપ્લાય કરાયાનું અમૃતસરના એક વેરહાઉસમાં પડેલા દરોડામાં ખુલ્યું હતું. જેની તપાસ પંજાબ પોલીસની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ કરી રહી છે, જેમાં આ ત્રણેય આરોપીઓના સંપર્કો ખુલ્યા હોવાનું બહાર આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ઉઠી છે. સૂત્રોના હવાલાથી બહાર આવતી આ વિગતો અંગે તપાસનીસ એજન્સીઓનું સત્તાવાર સમર્થન મળ્યું ન હતું.