લંડન 

બ્રિટનમાં ભારતીય મૂળના યુગલની સગાઈની રીંગ ઇંગ્લેન્ડના સૌથી મોટા કુદરતી તળાવની તળેટીમાંથી એક ડાઇવરે શોધી કાઢી હતી. દંપતીએ આ કાર્ય માટે મરજીવાની પ્રશંસા કરી છે. બીબીસીના એક અહેવાલ મુજબ એડમોન્ટનના વિક્કી પટેલ (૨૫) ગયા અઠવાડિયે વિન્દરમેર તળાવ પર બર્મિંગહામની રહેવાસી રેબેકા ચોકરીયા (૨૬) ને મળ્યા હતા અને પટેલે ચોક્રિયા સાથે લગ્નની દરખાસ્ત કરી હતી. આ પછી બંનેએ તળાવ પાસે તેમની ઘણી તસવીરો લીધી.


પટેલે ચોકરીયાને સોના અને હીરાની વીંટી પણ આપી હતી. બંને ફોટોગ્રાફી કરવા માટે તે જ સ્થળે ૨૪ મેના રોજ ફરી મળ્યા હતા. આ દંપતીની તસવીરો લેતી વખતે રિંગ ચોકરીયાની આંગળીમાંથી લપસી ગઈ અને પાણીમાં પડી ગઈ. આશ્ચર્યચકિત દંપતીએ સૌ પ્રથમ ફોટોગ્રાફરના ત્રપાઈમાંથી રિંગ શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પાણીમાં ડૂબી ગરકાવ થઇ ગઈ. તે દરમિયાન ડાઇવર એંગસ હોસ્કીંગને તેના મિત્ર પાસેથી ઘટનાની જાણ થતાં તે રિંગ શોધવા માટે આવ્યો હતો.

હોસ્કીંગે મીડિયાને કહ્યુ હું તળાવની નીચે જતાની સાથે જ દૃશ્યતા ખૂબ ઓછી હતી અને મને કશું દેખાઈ શક્યું નહીં. દરેક જગ્યાએ માત્ર કાદવ હતો. જો તમે તેમાં સિક્કો નાખશો તો તે સીધા તળેટીમાં જશે. સદભાગ્યે મેટલ ડિટેક્ટર્સ દ્વારા ૨૦ મિનિટની શોધખોળ બાદ રિંગ મળી.