મેક્સિકોમાં ભૂકંપના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, સપ્ટેમ્બર 2021  |   2277

મેક્સિકો-

મેક્સિકોના નેશનલ સિવિલ ડિફેન્સે પણ જણાવ્યું છે કે દસ રાજ્યોમાં નુકસાનની સમીક્ષા ચાલી રહી છે પણ કોઇ પણ રાજ્યમાં મોટા નુકસાનના અહેવાલ મળ્યા નથી.દક્ષિણ પશ્ચિમ મેક્સિકોેમાં અકાપુલ્કોના પેસિફિક રિસોર્ટ સિટી પાસે આવેલા શક્તિશાળી ભૂકંપમાં એક વ્યકિતનું મોત થયું છે. આ ભૂકંપની તીવ્રતા સાત મેગ્નીટયુડ હતી. આ ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે મેક્સિકો સિટીમાં અનેક ઇમારતો ધુ્રજવા લાગી હતી. જેના કારણે લોેકો ગભરાઇને ઘરોમાંથી નીકળીને રસ્ત પર એક્ત્ર થઇ ગયા હતાં. યુએસ જીયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા સાત હતી અને ભૂકંપનું કેન્દ્ર અકાપુલ્કોના ઉત્તર પૂર્વમૈાં ૧૭ કિમી દૂર હતું. અકાપુલ્કોના રહેવાસીએ ફોન પર જણાવ્યું હતું કે અમને બિલ્ડીંગમાંથી મોટો અવાજ સંભળાયો હતો. બારીઓમાંથી અવાજ સંભળાયો હતો. ઘરની વસ્તુઓ પડવા લાગી હતી અને વીજ પુરવઠો બંધ થઇ ગયો હતો. પૂલમાંથી પાણી બહાર આવી ગયું હતું. અનેક જગ્યાએ પાણી લીકેજ થવા લાગ્યું હતું.

જાે કે સત્તાવાળાઓ દ્વારા સુનામી અંગેની કોઇ ચેતવણી આપવામાં આવી નથી. અકાપુલ્કોના મેયર એડેલા રોમનના જણાવ્યા અનુસાર વધારે ગંભીર સ્થિતિ નથી અને અત્યાર સુધી કોઇ મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આફટર શોક્સને કારણે લોકો ચિંતિત છે. અનેક સ્થળોએ ગેસ લીકેજ પણ જાેવા મળ્યું છે. મેક્સિકોના પ્રમુખ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેજે પણ જણાવ્યું છે કે ચાર રાજ્યોમાં ભૂકંપની સૌથી વધુ અસર જાેવા મળી છે. જાે કે આ ચાર રાજ્યોમાં પણ ગંભીર અને મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી.


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution