આસામમાં પૂરની સ્થિતિ ખુબ જ ગંભીર, અંદાજીત 13 લાખ લોકો પ્રભાવિત
13, જુલાઈ 2020 2376   |  

આસામ-

આસામમાં પૂર અને ભૂસ્ખલનમાં ચાર લોકોના મોત થયા છે. રાજ્યમાં કુદરતી આફતની સ્થિતી વધુ ગંભીર બનતી જણાય છે. રાજ્યના 24 જિલ્લાઓમાં આશરે 13 લાખ લોકો પ્રભાવિત થયા છે.

DRFની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને સતત વરસાદને પગલે બરપેટા જિલ્લામાં 487 ફસાયેલા ગ્રામજનોને બહાર કાઢ્યા હતાં. આ ઉપરાંત NDRFની ટીમોએ માસ્ક વિતરણ, ડૂબેલા વિસ્તારોની સ્ક્રિનીંગ અને કોવિડ-19 કટોકટીના કારણે યોગ્ય સામાજિક અંતર જાળવવામાં જિલ્લા વહીવટને પણ મદદ કરી હતી.NDRFની ટીમોએ સ્થળ પર પહોંચી અને 777 ફસાયેલા ગ્રામજનોને સ્થળાંતર કરી સલામત સ્થળોએ ખસેડ્યા છે. આ ઉપરાંત ટીમો પણ જિલ્લા પ્રશાસનને માસ્ક વિતરણ, ડૂબેલા વિસ્તારોમાં તપાસ કરવામાં મદદ કરે છે અને COVID-19 મહામારીને લીધે યોગ્ય સામાજિક અંતર જાળવી રાખે છે.

NDRFએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રથમ બટાલિયન દ્વારા ગુવાહાટીમાંથી આ વર્ષે ચોમાસાની ઋતુમાં 950થી વધુ ફસાયેલા ગ્રામજનોને સ્થળાંતર કરાયા છે. 18 જિલ્લામાં વિવિધ સ્થળોએ રસ્તાઓ, પુલ અને અન્ય માળખાઓને નુકસાન પહોંચ્યું છેASDMA અધિકારીઓએ ઉમેર્યું હતું કે, પૂરને કારણે લગભગ 810 મકાનો સંપૂર્ણ અથવા આંશિક રીતે નુકસાન થયું છે. ધીમાજી, લખીમપુર, વિશ્વનાથ, સોનિતપુર, ઉદલરુગૂ, દરાંગ, બક્સા, નલબારી, બારપેટા, ચિરાંગ સહિત 33 જિલ્લાઓમાં 12.97 લાખ લોકો પ્રભાવિત થયા છે. બારપેટા સૌથી વધુ પ્રભાવિત જિલ્લો છે, જ્યાં 3.84 લાખ લોકો પ્રભાવિત છે તો ધીમજીમાં આશરે 1.31 લાખ લોકો અને ગોલાઘાટમાં 1.08 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. શનિવાર સુધીમાં 20 જિલ્લાઓમાં પુરથી 6.01 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution