ડાકોર મંદિરના દ્વાર આવતીકાલથી ભક્તો માટે ખુલશે, ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત
18, ઓગ્સ્ટ 2020 891   |  

ખેડા-

રાજ્યમાં જીવલેણ મહામારીનો કહેર યથાવત છે, ત્યારે આ ઘાતક વાયરસને કારણે છેલ્લા ઘણા સમયથી રાજ્યનું સુપ્રસિદ્ધ ડાકોર મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે બંધ હતા. ત્યારે હવે તકેદારી સાથે ડાકોર મંદિર પ્રશાસન તરફથી ભક્તો માટે મહત્વનો ર્નિણય કર્યો છે. જેમાં ડાકોર મંદિરના કપાટ આવતીકાલથી ભક્તો માટે ખુલ્લા થશે, અને ભક્તો ભગવાનના દર્શન કરી શકશે.

મંદિર તંત્ર દ્વારા ખાસ ભક્તો માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે ર્નિણય લેવામાં આવ્યો છે કે ઓનલાઈન બુકિંગ કર્યા બાદ જે ભક્ત પાસે ઈ- ટોકન હશે તેજ શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

દર્શનાર્થીઓએ ઓનલાઈન બુકિંગ ફરજીયાત પણે કરાવવું પડશે તોજ મંદિરમાં પ્રવેશ મળશે. સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝર પણ રાખવામાં આવશે. તકેદારીના પગલા લેવામાં આવશે, ત્યારે ભક્તોમાં પણ આનંદની લાગણી સાથે ડાકોરના ઠાકોરનાં દર્શન કરશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution