28, એપ્રીલ 2021
1782 |
નવી દિલ્હી-
દિલ્હીમાં મુખ્યપ્રધાન ભલે અરવિંદ કેજરીવાલ હોય, પરંતુ હવે દિલ્હીમાં ઉપરાજ્યપાલનું રાજ ચાલશે. ગૃહ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી ગોવિંદ મોહનના હસ્તાક્ષર સાથે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
ગૃહ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી ગોવિંદ મોહનના હસ્તાક્ષર સાથે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંસોધન) અધિનિયમ 2021 (2021ની 15)મી ધારા એકની ઉપધારા-2માં નીતિ શક્તિનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકાર 27 એપ્રિલ 2021થી અધિનિયમની જોગવાઈને લાગુ કરે છે.
GNCTD કાયદામાં ચૂંટાયેલી સરકારથી પણ ઉપર ઉપરાજ્યપાલને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સંસદે આ GNCTD કાયદાને ગયા મહિના પાસ કર્યું હતું. લોકસભાએ 22 માર્ચ અને રાજ્યસભાએ 24 માર્ચે આ કાયદાને મંજૂરી આપી હતી. જ્યારે આ બિલને સંસદે પસાર કર્યું હતું ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તે દિવસને ભારતીય લોકતંત્ર માટે દુઃખદ દિવસ ગણાવ્યો હતો.