દિલ્હી,

આયુષ મંત્રાલયે યોગગુરુ રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિડેટ દ્વારા કોરોના વાયરસના ઇલાજ માટે વિકસિત આયુર્વેદિક દવાઓ વિશે મીડિયામાં આવેલા સમાચારોને ધ્યાનમાં લીધા છે. આયુષ મંત્રાલયે પતંજલિને પોતાની કોરોના દવાની જાહેરાતની ખબરોને રોકવા માટે કહી દેવામાં આવ્યું છે. કંપનીને કહેવામાં આવ્યું છે કે, આ મામલે તપાસ થવા સુધી દવાના દાવા અને જાહેરાતોના માધ્યમથી પ્રચાર-પ્રસાર રોકવા માટે કહેવામાં આવ્યું છે. આયુષ મંત્રાલયનું કહેવું છે કે, અમને એ વાતની જાણકારી નથી કે કયા પ્રકારના વૈજ્ઞાનિક રિસર્ચ બાદ દવા બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. આ અંગે કંપની પાસે સંપૂર્ણ માહિતી માંગવામાં આવી છે. આયુષ મંત્રાલયે રામદેવની કંપનીને કોરાનાના ઇલાજ માટે બનેલી દવાની જાહેરાત કરવાની ના પાડી છે.

યોગગુરુ બાબા રામદેવની સંસ્થાન પતંજલિએ આજે કોરોના વાયરસની આયુર્વેદિક દવા ‘કોરોનિલ’નું સાઇંટિફિક ડિટેલ સાથે લોન્ચિંગ કર્યું છે. પતંજલિનો દાવો છે કે કોરોનિલ, કોરોનાની સારવાર માટે કારગર સાબિત થશે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, ૨૪ કલાકમાં કોરોનાના ૧૪,૯૩૩ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ૩,૧૨ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ બાબા રામદેવે કહ્યું કે આ દવાના મેન્યુફેક્ચરિંગમાં માત્ર દેશી સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મુલૈઠી-ઉકાળો સહિત કેટલીક વસ્તુઓનું મિશ્રણ છે. 

રિપોર્ટ પ્રમાણે બાબા રામદેવે કહ્યું કે,‘અમારી દવાનો ૧૦૦ ટકા રિકવરી રેટ છે અને ડેથ રેટ શૂન્ય છે. ભલે લોકો હાલ અમારા આ દાવા પર સવાલ ઉભા કરી રહ્યાં છે પરંતુ અમારી પાસે દરેક સવાલનો જવાબ છે. અમે બધા વૈજ્ઞાનિક નિયમોનું પાલન કર્યું છે.’ આ પહેલા પતંજલિના સીઇઓ આચાર્ય બાલકૃષ્ણે કહ્યું હતું.