સરકાર અયોધ્યા યાત્રા માટે આદિવાસી સમાજને રૂા.૫૦૦૦ની સહાય આપશે
17, ઓક્ટોબર 2021

આહવા, ગુજરાતના આદિવાસી વિસ્તારના માતા શબરીના વંશજાે એવા આદિવાસી સમાજના પ્રજાજનોને, રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય આપવામા આવશે, તેવી શબરી ધામ ખાતેથી જાહેરાત કરતા રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુર્ણેશભાઈ મોદીએ કૈલાશ માનસરોવર યાત્રા, સિંધુ દર્શન યાત્રા સહિત શ્રવણ તીર્થ યાત્રા જેવી યોજનાઓમા અપાતી આર્થિક સહાયનો ખ્યાલ આપ્યો હતો.દંડકારણયની પાવન ભૂમિ ઉપર વિજયા દશમીની ઉજવણીની સાથે હવેથી પ્રતિવર્ષ પ્રભુ રામ સાથે જાેડાયેલા ગુજરાતના તીર્થ સ્થાનો ઉપર ’દશેરા મહોત્સવ’નુ આયોજન કરવાની નેમ વ્યક્ત કરતા મંત્રીએ, ઉચ્ચત્તમ શાસ્ત્રોક્ત પદ્ધતિ, અને યુગ યુગાન્તરની ગણના પદ્ધતિનો ખ્યાલ આપી, પ્રભુ રામ, રામાયણ, અને રામસેતુને કાલ્પનિક કહેનારા લોકોને વૈજ્ઞાનિક પ્રમાણો મળી ચુક્યા છે તેમ જણાવ્યુ હતુ.નવ નવ દિવસની શક્તિ આરાધનાની મા જગદંબાના ધામ શક્તિપીઠ અંબાજીથી પ્રારંભાયેલી યાત્રાનુ સમાપન ’શબરી ધામ’ ખાતે થઈ રહ્યુ છે, તેમ જણાવતા પ્રવાસન મંત્રીએ ’સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ થયો છે તેમ ઉમેર્યું હતુ.શબરી ધામ ખાતે મહાઆરતી અને રાવણ દહનના કાર્યક્રમમા ભાગ લેતા મંત્રીએ ખાસ કરીને આદિવાસ વિસ્તારોમા દશેરા મહોત્સવની ઉજવણી અધર્મ પર ધર્મના વિજયના નારાને બુલંદ કરવા સાથે, પવિત્ર સ્થાનોની ગરિમા વધારીને, સાંસ્કૃતિક તથા ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરશે તેમ જણાવ્યુ હતુ.શબરી ધામનુ માહાત્મ્ય વર્ણવતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે પ્રવાસન પ્રવૃતિના વિકાસ સાથે સ્થાનિક રોજગારીનુ પણ વિપુલ માત્રામા સર્જન કરાઇ રહ્યુ છે તેમ જણાવી ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોમા શ્રેણીબદ્ધ વિકાસ કામો હાથ ધરીને પ્રજાજનોના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ તેમના પ્રાસંગિક વક્તવ્યમા જણાવ્યુ હતુ.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution