ઈસ્લામાબાદ-
પાકિસ્તાનના કરાંચીમાં આવેલી ગુજરાતી સ્કૂલ ફરી એકવાર પોતાના જૂના નામ શેઠ કુંવરજી ખીમજી લોહાણા ગુજરાતી સ્કૂલ નામથી ઓળખાશે. પાકિસ્તાનના સિંધ પ્રાંતની સરકાર દ્વારા આ સ્કૂલનું નામ બદલીને મલાલા યુસુફઝાહી કરવામાં આવ્યું હતું જાેકે આ બાબતે સોશિયલ મીડિયામાં વિરોધ ઉપડતાં અને અનેક સામાજીક કાર્યકર્તાઓએ ઈતિહાસના ગૌરવ સાથે છેડછાડ અંગે વિરોધ ઉઠાવ્યા બાદ સિંધ પ્રાંતની સરકારે સ્કૂલને ફરી જૂનું નામ આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. જાેકે ગુજરાતી સામાજીક કાર્યકર્તા શેઠ કુંવરજી ખીમજી લોહાણાના કાર્યોના જીવતા જાગતા પુરાવા સમી આ સ્કૂલને જૂની ઓળખ મેળવવાનું કાર્ય સરળ નથી રહ્યું.
આજથી ૮-૯ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૨માં જ તત્કાલીન સરકારે આ સ્કૂલનું નામ બદલીને મલાલા યુસુફઝાહી ગવર્નમેન્ટ ગર્લ્સ સેકેન્ડરી હાઈ સ્કૂલ કરી દીધું હતું. જાેકે પાકિસ્તાનના માનવાધિકાર એક્ટિવિસ્ટ કપિલ ડેવે આ અંગે ટિ્વટર પર જંગ છેડી હતી અને ટિ્વટ કર્યું હતું કે આપણે ઇતિહાસને બદલવો જાેઈએ નહીં. આ સાથે તેમણે સિંધ પ્રાંતના શિક્ષણ મંત્રીને પણ સરકારના આ ર્નિણયને બદલવા માટે આગ્રહ કરતા ઈતિહાસના ગૌરવને પુનઃસ્થાપિત કરવાની માગણી કરી હતી. તેમજ મલાલાના નામ પર બીજી નવી સ્કૂલ ખોલવા માટે સરકારમાં માગણી કરી હતી. બીજી તરફ મલાલાના પિતા ઝુઆઉદ્દીન યુસુફઝાહીએ પણ કહ્યું હતું કે સ્કૂલનું નામ તેમની દીકરીના નામે નહીં પણ તેના મૂળ નામે હોવું જાેઈએ. તેમણે કહ્યું કે ઇતિહાસનું સમ્માન કરવાની આપણી ફરજ છે. સોશિયલ મીડિયામાં પણ સ્કૂલનું મૂળ નામ પરત લાવવા માટે ઝુંબેશ શરું હતી. ત્યારે સિંધ પ્રાંત શિક્ષણ મંત્રી સઈદ ઘાનીએ કહ્યું કે મે વિભાગને આ બાબતે એ અહેવાલ તૈયાર કરવા કહ્યું છે અને ત્યારબાદ સ્કૂલનું જૂનું નામ પરત કરવાની પ્રક્રિયા શરું કરવામાં આવશે. તેમણે કહ્યું કે 'સમગ્ર સરકારી પ્રક્રિયા પૂર્ણ થયા પછી સ્કૂલનું જૂનું નામ ફરીથી રાખવામાં આવશે. પરંતુ કોઈ બીજી સ્કૂલ જેમાં આ પ્રકારે જૂના નામને લઈને સમસ્યા ન હોય તેવી સ્કૂલનું નામ મલાલા પરથી ચોક્કસપણે રાખવામાં આવશે. ત્યારે આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ભૂજમાં રહેતા વ્યવસાયે વકીલ એવા ૮૩ વર્ષના વી.એમ. ગણાત્રા કે જેઓ શેઠ કુંવરજી ખીમજી લોહાણા ગુજરાતી સ્કૂલમાં ધો. ૪ સુધી ભણ્યા છે. પોતાની સ્મૃતીઓ વાગોળતા કહે છે કે આજે પણ તેમને સ્કૂલના એ દિવસો યાદ છે.
Loading ...