ભરૂચ, તા.૫

દેશમાં વધતા જતા કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનના ઝડપી ફેલાતાં સંક્રમણને રોકવા ૧૫ થી ૧૮ વર્ષના બાળકોમાં કોવિડ વેકસીન વહેલામાં વહેલી તકે મુકાય તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. ગતરોજ ભરૂચ તાલુકાનાં મનુબર ગામની મનુબર સાર્વજનિક શાળામાં વિદ્યાર્થીઓ માટે વેકસીનેશન ચાલી રહ્યું હતી. વેકસીનેશન દરમિયાન ત્રણ વિદ્યાર્થીનીઓને ગભરામણ, ચક્કર આવતા તેમની તબિયત લથડતા ત્રણેય વિદ્યાર્થીનીઓને ભરૂચ ૧૦૮ એમ્બ્યુલ્સ દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જાેકે આ વાત વાયુવેગે ફેલાતા આસપાસના ગ્રામજનો અને રહીશો ખાનગી હોસ્પિટલ ખાતે ઉમટી

પડ્યા હતા. ત્રણ વિદ્યાર્થીનીઓને કોરોનાની વેકસીનની આડ અસર થઈ હોવાથી અન્ય બાળકો કે જેઓ કોરોનાની વેકસીન મૂકવવા તૈયાર હતા તેઓમાં ભયની લાગણી ફેલાઇ ગઈ હતી. જાેકે શાળા સંચાલકોમાં અને સ્ટાફગણમાં ત્રણ વિદ્યાર્થિનીઓને રસીની આડઅસર થતાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. તેમજ પોતાના બાળકોને રસી મુકાવવી જાેઈએ કે નહીં તે વિષયે વાલીઓમાં ચિંતા ઉદભવી છે. બનેલ ઘટના અંગે આરોગ્ય ખાતું તપાસ કરશે કે નહીં તે જાેવું.