પતિ નપુંસક હોવાથી ગોળીઓ લેતો હતો, પત્ની દ્વારા ફરિયાદ
23, ડિસેમ્બર 2020 792   |  

અમદાવાદ

હાંસોલમાં રહેતી એક યુવતીને લગ્ન બાદ પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જાણવા મળ્યું હતું. લગ્નની પહેલી રાત્રે જ તેના પતિએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા ન હતા. તે જ રાત્રે તેને જાણવા મળ્યું કે, તેના પતિને શારીરિક સમસ્યા છે અને તેના કારણે તેનામાં નપુસંકતા આવી ગઈ છે. આ વાત યુવતીના સાસુ જાણતા હોવા છતાંય યુવતીના લગ્ન કરાવ્યા હતા. આટલું જ નહીં, યુવતીએ પતિને સાથ આપી તેને બીમારીમાંથી બહાર કાઢવા દવાઓ અને અલગ અલગ ટેસ્ટ કરાવવા તેનું મનોબળ વધાર્યું હતું. છતાંય તેનો પતિ સુહાગરાતથી લઈ બે વર્ષ સુધી શારીરિક સુખ આપી શક્યો ન હતો. જેથી સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આ યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અમદાવાદ શહેરના સૈજપુરમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી એક બેંકમાં ચાર વર્ષથી નોકરી કરે છે. તેના લગ્ન હાંસોલમા રહેતા એક યુવક સાથે વર્ષ ૨૦૧૮માં થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે સંયુક્ત પરિવારમાં રહેવા ગઇ હતી. લગ્નની પ્રથમ રાત્રિએ એટલે કે, સુહાગરાતના દિવસે તેના પતિએ તેની સાથે કોઈપણ પ્રકારનો શારીરિક સંબંધ બાંધ્યો ન હતો. લગ્નની પહેલી રાતથી જ તેનો પતિ દૂર રહેવા લાગ્યો હતો અને લગ્નના ચારથી પાંચ દિવસ સુધી કોઈપણ પ્રકારનો શારીરિક સંબંધ ન બાંધ્યો હતો. જાેકે, તે વાત યુવતીએ મન પર લીધી ન હતી. પરંતુ બાદમાં બંને પતિ-પત્ની હનીમૂન કરવા માટે થાઇલેંડ ફુકેત ગયા હતા. હનીમૂન ગયા બાદ આ યુવતીના પતિએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની ના પાડી હતી. લગ્ન બાદ દરેક સ્ત્રીને પોતાની ઈચ્છાઓ હોય છે, જેથી આ યુવતીએ પણ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે તેના પતિ સમક્ષ પહેલ કરી હતી. પરંતુ હનીમુન દરમિયાન તેના પતિને સેક્સ પ્રત્યે ઉત્તેજના ન થતી. આટલું જ નહિ તેના પતિને શારીરિક તકલીફો હોવાનું પણ તે રાતે આ યુવતીને જાણવા મળ્યું હતું અને તેના કારણે થઈ તેનો પતિ શીલાજીતની ગોળીઓ પણ લેતો હોવાનું આ યુવતીને જાણવા મળ્યું હતું. હનિમૂન દરમિયાન યુવતીના પતિએ તેની સાથે કોઇ શારીરિક સંબંધ બાંધ્યો ન હતો. તેમ છતાં પણ આ યુવતીએ તેના પતિને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ મેડિકલ ટેસ્ટ કરાવી લે જેથી આ સમસ્યાનો કંઈક રસ્તો નીકળશે. થાઈલેન્ડથી પરત આવ્યા બાદ આ યુવતીનું લગ્નજીવન જે મુજબ આગળ વધતું ગયું તેમ તેમ તેનો પતિ શારીરિક સંબંધો બાંધવા પ્રયત્ન કરતો હતો. પરંતુ બંને પતિ પત્ની સમાગમ કરી શકતા ન હતા. એક દિવસ આ યુવતીએ તેની સાસુને આ વાતની જાણ કરી હતી. ત્યારે સાસુ એ યુવતીના જણાવ્યું હતું કે, આ બાબતે પહેલેથી જ તમામ જાણકારી હતી. જેથી યુવતી ને આ વાતની સાસરિયાઓએ જાણ ન કરી તે વાત છૂપાવી રાખતા પોતાની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું તેને લાગ્યું હતું. અમદાવાદ વોડાફોન હાઉસમાંથી ધીરે ધીરે કરીને ૭૬ લેપટોપ થઇ ગયા ગૂમ, વિચિત્ર ચોરીબીજી તરફ આ યુવતીને પતિ થી શારીરીક સંતોષ ન મળતાં તે ખૂબ જ ટેન્શનમાં રહેતી હતી અને તેના કારણે આ અંગત વાત કે કોઈ અન્ય લોકોને કહી પણ શકતી ન હતી. આટલું જ નહી આ વાતથી દુઃખી યુવતી એ જેમ તેમ કરીને પોતાની નોકરી લગ્ન બાદ શરૂ કરી હતી. ત્યારે સાસુએ જણાવ્યું હતું કે, ઘરમાં વધુ ખર્ચ થાય છે તેથી પગારમાંથી થોડા રૂપિયા ઘરમાં પણ આપી દેવાના અને યુવતીને તેની સાસુએ એવું પણ જણાવ્યું કે, લગ્નમાં તેના પિતાએ જુનુ એકટીવા આપ્યું છે નવું એકટીવા લાવી આપે તેવી પણ માગણી કરી હતી. આ યુવતીની સાથે ઘરમાં રહેવા માટે દર મહિને દસ હજાર ઘર ખર્ચ માટે આપવા પડશે તેવું કહેતા આ યુવતી પોતાના પગારમાંથી દર મહિને ૭૫૦૦ રૂપિયા આપતી હતી. આટલું જ નહીં, આ યુવતીને લગ્ન બાદ તેના પતિએ એવું પણ જણાવ્યું હતું કે, તે નાનો હતો ત્યારે બાલ્કનીમાંથી પડી ગયો હતો અને તે સમયે તેના ગુપ્ત ભાગે ઈજા થઈ હોવાથી તેના ગુપ્તાંગમાં ઓપરેશન પણ કરાવ્યું હતું. જેના કારણે થઈ તેને આજદિન સુધી શારીરિક તકલીફ રહી છે. બીજી તરફ પતિ અને સાસુ આ યુવતીને અલગ-અલગ વાતોને લઈને ત્રાસ આપતા હતા. ત્યારે સાસુએ પોતાની પુત્રવધૂને એવું પણ કહ્યું હતું કે, મારો પુત્ર કોઈ પણ સ્ત્રીને શારીરિક સંતોષ આપી શકે તેમ નથી અને તમામ કામમાં છોકરીઓ જ શરૂઆત કરે છે, તું કેમ કરતી નથી? જાે તું પ્રયત્ન કરીશ તો બધું જ સારું થઈ જશે તેમ કહેતા આ યુવતી સંકોચમાં મુકાઇ હતી. ત્યારે આ યુવતીએ તેની સાસુના કહેવાથી સ્ત્રીની મર્યાદા ઓળંગીને પણ શરીર સંબંધ બાંધવા પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં પણ તેના પતિ સાથે શરીર સંબંધ બાંધી શકી ન હતી. આ પ્રકારના અલગ-અલગ ત્રાસને કારણે કંટાળી ને આ યુવતીએ તેના સાસુ સસરા અને પતિ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution