શહીદોના પોસ્ટરમાં સુપ્રીમો મોજતબા ખામેનેઈની તસવીરથી મોતનું રહસ્ય ઘેરાયું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, એપ્રીલ 2026  |   2970

ઈરાનમાં શહીદોને સમર્પિત એક કાર્યક્રમમાં મોજતબા ખામેનેઈની તસ્વીર લગાવાયેલા પોસ્ટરો દેખાતા વિવાદ અને અટકળો શરૂ થઈ ગઈ છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે જાેડાયેલા આ કાર્યક્રમમાં સામાન્ય રીતે શહીદોની તસ્વીરો જ મૂકવામાં આવે છે, જેના કારણે મોજતબાની તસવીર દેખાતા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

તાજેતરમાં થયેલા અમેરિકી હુમલામાં મોજતબા ખામેનેઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમનો ચહેરો દાઝી ગયો હોવાથી તેમને બોલવામાં તકલીફ પડી રહી હતી. જાેકે, ઈરાન સરકાર દ્વારા તેમના મોત કે ગંભીર હાલત અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. તેઓ ઘણા સમયથી જાહેરમાં દેખાયા ન હોવાથી આ શંકા વધી ગઈ છે.બીજી તરફ ૈંઇય્ઝ્રએ આક્રમક રીતે કહ્યું છે કે, ઈરાન તમામ ખતરાઓનો સામનો કરવા માટે તૈયાર છે. જમીની લડાઈ સહિતની તમામ સંરક્ષણ યોજનાઓને અપડેટ કરવામાં આવી છે.

ઈરાની સુરક્ષા દળો તમામ મોરચે અને ઈન્ટેલિજન્સ સ્તરે એલર્ટ પર છે.ૈંઇય્ઝ્રએ હોર્મુઝ સ્ટ્રેટને પોતાની વ્યૂહાત્મક પ્રાથમિકતા ગણાવી છે અને તેમણે ફરી કહ્યું કે, આ જળમાર્ગ પર ઈરાનનું જ નિયંત્રણ રહેશે. અમેરિકા અને તેના સાથીઓની ગતિવિધિઓને રોકવી એ ઈરાનની પ્રાથમિકતા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution