અમદાવાદ-

ક્રોંગ્રેસ પાર્ટીના પ્રદેશ સેવાદળના ઉપ પ્રમુખ તથા અમદાવાદ શહેરના સ્કુલ બોર્ડના સભ્ય તરીકે કાર્યકર્તા કિરણભાઈ પ્રજાપતીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રાજકીય પાર્ટીમાં સક્રીય કાર્યકરતા જગદીશભાઈ સાથે કોંગ્રેસ ભવનના કોન્ફરન્સ હોલ ખાતે ઝઘડો કરી લાફા મારી દીધા હતા. જો કે આ અંગે જગદીશભાઈએ ગુજરાત સેવાદળના પ્રમુખ રૂત્વીકભાઈ તથા પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાને જાણ કરતા તેમણે કિરણભાઈના વિરુદ્ધમાં પગલા લેવાનો આદેશ આપ્યો હતો. જો કે કોઈ પગલા લીધા ન હોવાથી જગદીશભાઈએ કિરણભાઈના વિરુદ્ધમાં એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પુર્વ ઓફીસ સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચુક્યા અને હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રાજકીય પાર્ટીમાં સક્રીય કાર્યકર્તા તરીકે સેવા આપતા જગદીશભાઈ 15 મી ઓગસ્ટ સ્વાતંત્રતા પર્વના દિવસે પ્રદેશ ક્રોંગેસ ભવન ખાતે કોન્ફરન્સ હોલ ખાતે જતા હતા તે સમયે ક્રોંગ્રેસ પાર્ટીના પ્રદેશ સેવાદળના ઉપ પ્રમુખ તથા અમદાવાદ શહેરના સ્કુલ બોર્ડના સભ્ય તરીકે કાર્યકર્તા કિરણભાઈ પ્રજાપતી પણ કોન્ફરન્સ હોલ ખાતે હાજર હતા. તે સમયે જગદિશભાઈએ કોન્ફરન્સ હોલનો દરવાજો ખોલ્યો ત્યારે કિરણભાઈએ ઉચ્ચા અવાજે અંદર નહી પ્રવેશવા બાબતે જણાવ્યું હતું. જેથી જગદિશભાઈ ત્યાં જ ઉભા રહી ગયા હતા અને કિરણભાઈને ઉચા અવાજે ન બોલવા માટે સમજાવ્યું હતું. જો કે અચાનક જ કિરણભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને કોન્ફરન્સ હોલના ગેટ પાસે જ ગંદી-ગાળો બોલીને ઝઘડો કરવા લાગ્યા હતા. જેથી જગદિશભાઈ કિરણભાઈને સમજાવતા હતા. જો કે કિરણભાઈએ આવેશમાં આવીને જગદિશભાઈને બે ચાર લાફા મારી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આફીને આને મારો આને મારો તેવી ધુમો પાડી કોન્ફરન્સ હોલમાં લઈ ગયા હતા. જો કે કોંગ્રેસના અમુક આગેવાનો આવી જતા જગદિશભાઈને માર મારવાથી બચાવ્યા હતા. બાદમાં જગદિશભાઈએ આ અંગેની જાણ અખીલ ભારતીય રાષ્ટ્રીય ક્રોંગ્રેસ સેવાદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈને જાણ કરતા તેઓએ ગુજરાત સેવાદળના પ્રમુખ રૂત્વીકભાઈ મકવાણા તથા પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાનો સંપર્ક કરવાનું જણાવ્યું હતું. જેથી જગદિશભાઈએ અમીત ચાવડા અને રૂત્વીકભાઈને જાણ કરતા તેઓએ જગદિશભાઈને કિરણભાઈના વિરુદ્ધમાં શિક્ષાત્મક પગલા લેવાની મૌખિક ખાત્રી આપી હતી. જો કે કોંગ્રેસ કાર્યાલયથી આ ઘટના અંગે કોઈ નક્કર પગલા ન લેતા છેવટે જગદીશભાઈએ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં કિરણભાઈ પ્રજાપતીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.